જાહેરાત: દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ

0
280
Photo Courtesy: newindianexpress.com

મુખ્ય ચૂંટણી કમિશનરે આજે ચૂંટણી કમીશનના કાર્યાલયમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં દિલ્હી વિધાનસભાની આવનારી ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

Photo Courtesy: newindianexpress.com

નવી દિલ્હી: આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીઓની જાહેરાત કરી હતી. દિલ્હીમાં એક જ રાઉન્ડમાં તમામ 70 બેઠકો પર ચૂંટણી આયોજીત થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની મહત્ત્વની તારીખો:

નોટીફીકેશન: 14 જાન્યુઆરી, 2020 મંગળવાર

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 21 જાન્યુઆરી, 2020 મંગળવાર

ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ: 22 જાન્યુઆરી, 2020 બુધવાર

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ: ૨૪ જાન્યુઆરી 2020 શુક્રવાર

મતદાન: 8 ફેબ્રુઆરી 2020, શનિવાર

મતગણતરી: 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી ગત ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ (AAP) 67 બેઠકો જીતી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 બેઠકો જીતી હતી. કોંગ્રેસ ગત ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી ન હતી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે ચૂંટણી કમીશન દ્વારા થવાની સાથેજ દિલ્હી રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here