ખુલાસો: JNUમાં હિંસા કરનારા ડાબેરી ગુંડાઓ જ હતા

0
276

ગઈકાલે સાંજે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (JNU)માં મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી. આ અંગે JNU સત્તાવાળાઓએ ખુલીને કહ્યું છે કે તેમાં ડાબેરી ગુંડાઓ સામેલ હતા.

Photo Courtesy: hs.news

નવી દિલ્હી: એક નાનકડી બોલાચાલીએ ગઈકાલે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી એટલેકે JNUમાં ભયંકર હિંસાનું સ્વરૂપ લઇ લીધું હતું. રવિવારે સાંજ સુધીમાં તો ઘણાબધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આ હિંસક તોડફોડમાં ઘાયલ થઇ ગયા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલની હિંસાના બીજ શુક્રવારે વાવવામાં આવ્યા હતા જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ નવા સેમેસ્ટર માટે રજીસ્ટ્રેશન ન કરવા માટે અન્ય વિદ્યાર્થીઓ પર દબાણ કર્યું હતું. રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું જૂથ વાઈફાઈ કનેક્શનને વીજ પૂરવઠો પૂરો પાડતા રૂમમાં બળજબરીથી ઘુસી ગયા હતા અને કનેક્શન કાપી નાખ્યું હતું.

JNU સત્તાવાળાઓએ લેખિતમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા અમુક દિવસોથી વિદ્યાર્થીઓનું એક જૂથ નવા રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહ્યું છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવા માટે તૈયાર હતા તેમને પણ આ લોકોએ માર માર્યો હતો.

JNUના કેટલાક અધિકારીઓએ જણાવ્યું છે કે તોફાની અને હિંસા આચરનારા વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે અને યુનિવર્સીટી બહુ જલ્દીથી આ તમામ વિરુદ્ધ FIR દાખલ કરવા જઈ રહી છે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે,

બપોરે લગભગ એક વાગ્યે 15-20 વિદ્યાર્થીઓ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન સિસ્ટમમાં ઘુસી ગયા હતા અને અંદરથી દરવાજાઓ બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓ દ્વારા વાઈફાઈને વિજળી પૂરી પાડતા કનેક્શનને કાપી નાખ્યાં હતા.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે નવા રજીસ્ટ્રેશન થતા રોકવા જરૂરી હતા કારણકે તે નવા ફી વધારા સાથે કરવામાં આવી રહ્યા હતા.

શનિવારે ડાબેરીઓની વિદ્યાર્થી વિંગ JNUSU એ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ ABVPએ પણ સામે આ જ પ્રકારનો આક્ષેપ કર્યો હતો.

ABVPના JNU યુનિટના પ્રમુખ દુર્ગેશે ન્યૂઝ સંસ્થાને જણાવ્યું હતું કે

ડાબેરીઓના ચારસોથી પાંચસો સભ્યો પેરિયાર હોસ્ટેલ નજીક એકઠા થયા હતા અને અહીં તેમણે હોસ્ટેલની સંપત્તિને નુકશાન પહોંચાડ્યું હતું અને અહીં રહેલા ABVP કાર્યકર્તાઓને માર માર્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here