જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના ભાગલાવાદી વિદ્યાર્થીઓને છેક પાકિસ્તાનના લાહોરથી તેમની હિંસક પ્રવૃતિઓ માટે સમર્થન મળ્યું છે અને ગઈકાલે તેમના સમર્થનમાં ત્યાં દેખાવો યોજવામાં આવ્યા હતા.

લાહોર: રવિવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં થયેલા તોફાનો બદલ વામપંથી વિદ્યાર્થી સંઘને પ્રથમદર્શી આરોપી તરીકે જોવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પર થયેલા કથિત હુમલાના વિરોધરૂપે પાકિસ્તાનમાં પણ પ્રદર્શનો આયોજીત કરવામાં આવ્યા હતા.
સમાચાર ચેનલ આજતકે ગઈકાલે JNUના તોફાની વિદ્યાર્થીઓને આ પ્રકારનું સમર્થન પાકિસ્તાનમાંથી મળવાનું છે તે પ્રકારના સમાચારો પ્રકાશિત કર્યા હતા. ગઈકાલે લાહોર પ્રેસ ક્લબ ખાતે આ દેખાવો આયોજીત કરવામાં આવ્યા હતા જેમાં JNUના વિદ્યાર્થીઓની આડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ‘હલ્લા બોલ’ ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
નોંધપાત્ર હકીકત એવી છે કે આ ભારતવિરોધી સુત્રોચ્ચાર કરતા વિડીયોને જેણે Tweet કર્યો છે તેણે જાણીતા પ્રોફેસર અશોક સ્વેન, બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, વિવાદાસ્પદ JNU વિદ્યાર્થી ઉમર ખાલીદ તેમજ કોંગ્રેસ નેતા આલમ તૌકીરને ટેગ કર્યા છે જે તમામ આ દેશવિરોધી તાકાતોને સોશિયલ મિડિયા પર સતત સમર્થન આપતા જોવા મળે છે.
#Pakistan Civil Society Activists.Students protest at #Lahore Press Club in support of #JNU , #JMI , #AMU and other #Indian students #India #Students on both sides of the border are the same for rights.@ashoswai @ReallySwara @UmarKhalidJNU @AlamTauquirJNU pic.twitter.com/r7nbJSJDeC
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 8, 2020
2016માં પણ જ્યારે JNUમાં વામપંથી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા હિંસક તોફાનો થયા હતા ત્યારે ભારતના ટુકડા કરવાના સુત્રો પણ પોકારવામાં આવ્યા હતા જે સામાન્યતઃ પાકિસ્તાનીઓ માટે સ્વપ્ન સમાન ઘટના બની રહી હતી.
eછાપું