પોસ્ટ ઓફિસ બચત ખાતાધારકો માટે નવો નિયમ

0
292
Photo Courtesy: Google

જો તમારું પણ બચત ખાતું પોસ્ટ ઓફિસમાં હોય તો તમારે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા એક નિયમ વિષે જાણી લેવાની ખાસ જરૂર છે.

Photo Courtesy: Google

અમદાવાદ: નાની બચત યોજના માટે મધ્યમવર્ગના લોકો બેન્કો ઉપરાંત પોસ્ટ ઓફિસના સેવિંગ્સ ખાતા પર પણ ઘણો આધાર રાખે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ ખાતું ધરાવો છો અને તેમાંથી રેગ્યુલર ઉપાડ પણ કરો છો તો કેન્દ્ર સરકારના નવા નિયમ વિષે તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે.

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના નવા નિયમ અનુસાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ખાતામાંથી કોઈ વ્યક્તિ 1 સપ્ટેમ્બર 2019 બાદ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જો 1 કરોડથી વધુ રકમનો ઉપાડ કરે છે તો તેણે આ રકમ પર 2% TDS આપવો પડશે. તો દેશભરની તમામ પોસ્ટ ઓફિસોએ પણ હવે એ સુનિશ્ચિત કરવાનું છે કે તેના દરેક ખાતાધારકોનો PAN કાર્ડ નંબર તેની પાસે રજીસ્ટર્ડ હોય.

CBDTએ આ નિયમ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી જ લાગુ કરવામાં આવ્યો છે. આથી 31 ઓગસ્ટ સુધી જોઈ કોઈએ 1 કરોડ જેટલા નાણા પોતાના પોસ્ટ ઓફીસના બચત ખાતામાંથી ઉપાડ્યા છે અથવાતો કોઈ મોટી રકમનો ઉપાડ કર્યો છે તો તેને આ નિયમ બાકીના નાણાકીય વર્ષ સુધી લાગુ નહીં પડે.

એટલેકે ઉપાડની રકમની ગણતરી 1 સપ્ટેમ્બર 2019થી જ કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here