શું તમારે વેલ્થ ઉભી કરવી છે? તો આવકવેરો ભરો!

0
342
Photo Courtesy: zeebiz.com

બજેટ નજીકમાં છે અને ત્યારબાદ વાર્ષિક આવકવેરા રિટર્ન ભરવાનો દિવસ પણ નજીક આવશે. જો તમારે વેલ્થ ઉભી કરવી છે તો તમારે આવકવેરો  ભરવો જોઈએ એ દલીલમાં તમે માનો છો?

Photo Courtesy: zeebiz.com

નાણાંકીય વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે આવકવેરો બચાવવા કાયદા હેઠળ અમુક રોકાણો કરવાની દોડધામમાં પડો એ પહેલા આ વાંચો.

તમારી કુલ વાર્ષિક આવકમાંથી નીચે મુજબના રોકાણોની રકમ એમાંથી બાદ મળે છે

*રૂ 1,50,000  સુધી કલમ 80(C) PPF (પબ્લિક પ્રોવિડંડ ફંડ), ઇક્વિટી લીંક સેવિંગ્સ સ્કીમ, જીવન વીમાનું પ્રીમયમ, સંતાનની સ્કુલ ફી વગેરે.

*રૂ 50,000   સુધી કલમ 80 (CCD) નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ

*રૂ 25,000   સુધી કલમ 80 (D) સ્વાસ્થ્ય માટે મેડીકલેઇમ પોલીસીનું પ્રીમયમ

*રૂ 2,25,000 વાર્ષિક આ કર બચાવવા માટેના મુખ્ય પ્રોડક્ટ છે રોકાણ કરતા પહેલા આટલું સમજો

શું તમે જાણો છો ?

* સંતાનની સ્કુલ ફી એ તમારો ફરજીયાત ખર્ચ છે આવકવેરામાં બાદ મળે કે ના મળે એથી માત્ર કર

બચત જ થશે વન ટાઈમ બચત અને એનું રોકાણ કઈ નહિ કે જે વૃદ્ધિ પામે.

*PPFમાં રોકાણ તમને 7.9% CAGR (ચક્ર્વૃધી વ્યાજ દર) દરે વળતર આપશે અહી લોક ઇન

પીરીયડ 15 વર્ષ છે

*ઇક્વિટી લીંક સેવિંગ્સ સ્કીમ (ELSS) તમને વાર્ષિક 10%થી 12%નું વળતર આપશે અને

નસીબ ખરાબ હોય શેરબજારમાં મંદી ચાલતી હોય તો નેગેટીવ રીટર્ન પણ થાય અહી લોક ઇન

પીરીયડ ત્રણ વર્ષ છે.

*10% કર સ્લેબમાં આ 10% બચાવવા 90% રોકાણ આશરે 10%ના વળતર માટે 15 વર્ષ કે ત્રણ વર્ષ

બ્લોક કરવા કે નહિ કે જ્યાં 15% CAGRથી વધુ વળતર મળે એ ઇક્વિટીમાં સીધું રોકાણ કરવું એ

વિચારવાનું છે. જો શેરબજારમાં તમે જાણકાર હો અને લાંબાગાળા માટે જ રોકાણ કરતા હોવ તો એ

તમારે વિચારીને કરવા જેવું છે.

*જ્યાં તમારી કરપાત્ર આવક જ નથી ત્યાં તમારે ઓછામાંઓછું આવકના 20% જેટલી રકમની બચત

તો કરવી જ જોઈએ તો એ રકમ તમને કોઈ જવાબદારીઓ ના હોય તો 15%આવક રળતી ઇક્વિટીમાં

કરો અને ધીમે ધીમે તમે જોખમ લેતાં શીખો તો યોગ્ય જ છે અહી લાંબાગાળે તમે તગડી આવક

મેળવી શકો. ઇન્વેસ્ટર એક વ્યવસાય એ 10 વર્ષમાં અપનાવી શકો.

*કુટુંબના રક્ષણ માટે જીવન વીમો ઉતારો પરંતુ કઈ પોલીસી લેવી એ અંગે સંશોધન કરો તમારા

ઓળખીતા એજન્ટે કહ્યું એ લઇ લીધી એમ ના કરો એની સાથે અન્ય પોલીસીઓ જાણો અને યોગ્ય

નિર્ણય લો.

*અચાનક આવતી માંદગીના મોટા ખર્ચ માટે મેડીકલેઇમ પોલીસી યોગ્ય જ છે.

*કારકિર્દીની શરૂઆતથી જ બચત કરવાથી તમારી ભવિષ્યમાં લોન ખાસ તો હાઉસિંગ લોન લેવાની

વધશે.

*ઇક્વિટીમાં રોકાણ કરવા ડે ટ્રેડીંગ ઇન્ટ્રાડે કે લીવરેજ પોઝીશન લઇ લેવેચ ના કરો ત્યાં જોખમ જ

જોખમ છે એમાં વેલ્થ ક્રિયેટ નહિ થાય.

*કર બચાવવા ધંધાદારી કે વ્યવસાયિક વધુ ખર્ચ બતાવે તો એમાં તમારી મૂડીનું ધોવાણ જ છે ઉપર

જણાવેલ કર લાભ આપતા પ્રોડક્ટ લેવા જેટલી આવક વધારે બતાવો અને ધંધામાંથી એટલી બચત

ઘરભેગી કરો અને લાંબાગાળાનું નિવૃત્તિ આયોજન કરો.

*કર બચત માટેનું રોકાણ વિવેકબુદ્ધિ થી કરો જેથી લાંબાગાળે વધુમાંવધુ વળતર મળે સલામત વળતર

મળે કરમુક્ત આવક પણ વધે જેમકે PPF અને ઇક્વિટીમાં રોકાણ

સૌથી અગત્યનું તો એપ્રિલ મહિનામાં જ બજેટ બનાવો અને કર બચત માટે દર મહીને ટુકડે ટુકડે રકમ ફાળવો એથી છેલ્લી ઘડીએ દોડાદોડીમાં તમે ખોટા રોકાણ ના થઇ જાય ટુંકમાં કહેવું હોય તો દર વર્ષે કર બચત યોજનાનો પુરેપુરો લાભ લો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here