મોદી: દંડા ખાવા મારે સૂર્યનમસ્કારની સંખ્યા વધારવી પડશે

0
144
Photo Courtesy: Loksabha TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા રાહુલ ગાંધીના ગઈકાલે પહેલા આપેલા એક નિવેદનનો જવાબ પણ આપી દીધો હતો.

Photo Courtesy: Loksabha TV

નવી દિલ્હી: લોકસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કાયમની જેમ સંસદની અંદર અને સંસદની બહાર તેમના પર અને તેમની સરકાર પર લાગેલા તમામ આરોપોનો વીણી વીણીને જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેની એક જાહેરસભામાં કહ્યું હતું કે,

નરેન્દ્ર મોદી જે ભાષણ આપી રહ્યો છે તે છ મહિના બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. હિન્દુસ્તાનનો યુવા એને એવો દંડો મારશે કે એને સમજાઈ જશે કે યુવાનોને રોજગાર આપ્યા વગર દેશનો વિકાસ નહીં થઇ શકે.

આજે લોકસભામાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસના ‘એક નેતા’ ની યોજના વિષે ખબર પડી છે જે અનુસાર તેઓ છ મહિના પછી મને દંડા મારવાના છે. સ્વાભાવિક છે કે આટલું મુશ્કેલીભર્યું કામ છે એટલે તેને પૂરું કરતા છ મહિના તો લાગશેજ. આથી હું મારા સૂર્યનમસ્કારની સંખ્યા વધારી રહ્યો છું જેથી લગભગ વીસ વર્ષથી મને જે ગાળો પડી રહી છે તેમાં જે હવે વધારો થવાનો છે તે ખાવા માટે મારી પીઠ મજબૂત થાય.

વડાપ્રધાનનો જવાબ સાંભળીને રાહુલ ગાંધી પણ ગુસ્સે થઇ ગયા હતા અને તેમણે ઉભા થઈને કશુંક કહ્યું હતું પરંતુ લોકસભાના સભ્યોના શોરબકોર વચ્ચે કશું સમજાઈ શક્યું ન હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here