સરવે: ભારતનું સર્વિસ સેક્ટર 7 વર્ષની ઉંચાઈએ

0
270
Photo Courtesy: businessinsider.in

ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક તાજા સરવે અનુસાર ભારતમાં સર્વિસ સેક્ટરમાં ગયા મહીને જબરદસ્ત ઊછળ જોવા મળ્યો છે અને તે છેલ્લા 7 વર્ષની નવી ટોચ પર પહોંચ્યો છે.

Photo Courtesy: businessinsider.in

મુંબઈ: ભારતના સર્વિસ સેક્ટરે વર્ષ 2020ની જબરદસ્ત શરૂઆત કરી છે. જાન્યુઆરી 2020ના આંકડાઓ અનુસાર સ્થાનિક માંગ વધવાને કારણે સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ છેલ્લા સાત વર્ષની ટોચ પર પહોંચી હોવાનું એક સરવેમાં જણાવવામાં આવ્યું છે.

The Nikkei – IHS Markit Services Purchasing Manager’s Index જાન્યુઆરી મહિનામાં વધીને 55.5 થયો હતો જે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં 53.3 હતો. આ ઇન્ડેક્સ છેલ્લે જાન્યુઆરી 2013માં 50 પોઈન્ટથી ઘણો ઉપર ગયો હતો.

IHS Markitના મુખ્ય અર્થશાસ્ત્રી પોલીયેના દ’ લીમાએ જણાવ્યું હતું કે,

ભારતના સર્વિસ સેક્ટરને વર્ષ 2020ની શરૂઆતમાં નવજીવન મળ્યું છે જે 2019ના નિરાશાજનક અંત બાદ જે આશા સેવાઈ રહી હતી કે આ ક્ષેત્રમાં આ વર્ષે પણ મંદી બની રહેશે. જે રીતે આ વ્યાપારમાં આવક વધી રહી છે સર્વિસ પ્રોવાઇડર્સ તેમના સમક્ષ વધી રહેલી માંગને પહોંચી વળવા માટે વધુ ખર્ચ કરવા માટે પણ સક્ષમ બનશે.

આર્થિક સમાચારની એક વેબસાઈટના જણાવ્યા અનુસાર દેશના સર્વિસ પ્રોવાઇડર્સ પણ આ વર્ષમાં તેમના વ્યાપારની વૃદ્ધિ માટે અત્યારથી જ આશાવાદી છે.

એક અન્ય સરવેમાં સોમવારે જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ફેક્ટરી પ્રવૃત્તિઓ છેલ્લા આઠ વર્ષમાં સહુથી તેજગતિએ વધી છે જેને કારણે સર્વિસ સેક્ટર અને ઉત્પાદન ક્ષેત્રનો સંયુક્ત ઇન્ડેક્સ જાન્યુઆરી 2013 બાદ પ્રથમ વખત 56.3 પર પહોંચ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here