ચેરીટી મેચ: બુશફાયર બેશ ક્રિકેટ મેચની બંને ટીમોની ઘોષણા

0
239
Photo Courtesy: cricketvictoria.com.au

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ગયા વર્ષે લાગેલી આગે ભારે તારાજી વેરી હતી. આ તારાજીમાં થયેલા નુકશાનની ભરપાઈ રૂપે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ રવિવારે એક ચેરીટી મેચનું આયોજન કર્યું છે.

Photo Courtesy: cricketvictoria.com.au

મેલબર્ન: ગયા વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના સિડનીની આસપાસ આવેલા જંગલોમાં ભયંકર આગ લાગી હતી. આ આગને કારણે જાન ને માલ તેમજ પર્યાવરણનું ખૂબ મોટું નુકશાન થયું હતું.

આ આગથી થયેલા નુકશાનની આર્થિક ભરપાઈ માટે અનેક ચેરીટી ઈવેન્ટ્સ આખા ઓસ્ટ્રેલિયામાં આયોજીત થઇ હતી તેમાંથી એક આયોજન છે ક્રિકેટ મેચનું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નેજાં હેઠળ ઓસ્ટ્રેલિયાના બે મહાન ખેલાડીઓ રિકી પોન્ટિંગ અને આડમ ગીલક્રીસ્ટની આગેવાની હેઠળ બે ટીમ બનાવવામાં આવી છે.

અગાઉ આ મેચ શનિવારે સિડનીમાં રમાવાની હતી પરંતુ ભારે વરસાદને કારણે મેચ હવે રવિવારે મેલબર્નમાં રમાશે. આ ઉપરાંત અગાઉ પોન્ટિંગ અને શેન વોર્નના નેતૃત્ત્વ હેઠળ બે ટીમો રમવાની હતી પરંતુ શેન વોર્ન રવિવારે અંગત કારણોસર ઉપલબ્ધ ન હોવાથી બીજી ટીમનું નેતૃત્ત્વ આડમ ગીલક્રિસ્ટ કરશે.

આ મેચ 10-10 ઓવરની હશે જેમાં 5 ઓવર્સ પાવરપ્લેની રહેશે તેમજ કોઇપણ બોલર અમર્યાદિત ઓવર્સ નાખી શકશે. પોન્ટિંગની ટીમના કોચ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકર હશે જ્યારે ગીલક્રીસ્ટની ટીમના કોચ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેઈન હશે.

આ મેચની ટીકીટ દ્વારા એકઠી થયેલી રકમને ઓસ્ટ્રેલિયન રેડક્રોસના બચાવ ફંડમાં દાન આપવામાં આવશે.

બંને ટીમો આ મુજબ છે.

રિકી પોન્ટિંગ ઈલેવન: રિકી પોન્ટિંગ (કેપ્ટન), જસ્ટિન લેન્ગર, મેથ્યુ હેડન, એલીસ વિલાની, બ્રાયન લારા, ફોબે લીચફિલ્ડ, બ્રેડ હેડીન,બ્રેટ લી, વસીમ અક્રમ, ડેન ક્રિશ્ચિયન, લ્યુક હોજ. કોચ: સચિન તેંદુલકર

આડમ ગીલક્રીસ્ટ ઈલેવન: આડમ ગીલક્રીસ્ટ (કેપ્ટન), શેન વોટ્સન, બ્રેડ હોજ, યુવરાજ સિંગ, એલેક્સ બ્લેકવેલ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, કર્ટની વોલ્શ, નીક રીવોલ્ડ, પીટર સીડલ, ફવાદ અહમદ, એક ખેલાડીની પસંદગી હજી બાકી. કોચ: ટિમ પેઈન.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here