VIDEO: મોદીની ટ્યુબલાઈટ કમેન્ટ પર કોંગ્રેસના સંસદ સભ્ય પણ હસી પડ્યા

0
272
Photo Courtesy: twitter.com/ANI

લોકસભામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આડકતરી રીતે ટ્યુબલાઈટ સાથે સરખાવ્યા હતા, આ સમયે ખુદ કોંગ્રેસના એક સંસદ સભ્ય પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.

Photo Courtesy: twitter.com/ANI

અમદાવાદ: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ જવાબમાં તેમણે વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા એક એક આરોપનો જવાબ આપ્યો હતો.

આ ભાષણ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના એ નિવેદનને પણ ટાંક્યું હતું જેમાં રાહુલ ગાંધીએ તેમને દંડા મારવાની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે પોતે હવે થોડા સૂર્યનમસ્કાર વધુ કરશે જેથી દંડા સહન કરવાની તેમની શક્તિ વધી જાય.

વડાપ્રધાનની આ ટીપ્પણીનો જવાબ આપવા રાહુલ ગાંધી ઉભા થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની ટીખળ કરતા જણાવ્યું હતું કે તેઓ લગભગ 30-40 મિનીટથી બોલી રહ્યા છે પરંતુ કરંટ છેક અત્યારે પહોંચ્યો, અમુક ટ્યુબલાઈટને આટલી વાર તો લાગે.

વડાપ્રધાનની આ રમુજ પર સમગ્ર લોકસભામાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું જેમાં વિપક્ષી સભ્યો પણ સામેલ હતા. આ વિપક્ષી સભ્યોમાં કોંગ્રેસના પણ એક સંસદ સભ્ય પણ જોડાઈ ગયા હતા.

આ કોંગ્રેસી સંસદ સભ્ય કેરળના કોડીકુન્નીલ રમેશ હતા. જોવાની ખૂબી એ હતી કે વડાપ્રધાને જ્યારે ટ્યુબલાઈટ વાળી ટીપ્પણી રાહુલ ગાંધી અંગે કરી અને રમેશ તેના પર હસી પડ્યા ત્યારે રાહુલ ખુદ તેમની બરોબર બાજુમાં જ બેઠા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here