નાણામંત્રી નિર્મલા સીતારામને આ વખતના બજેટમાં ડિવીડન્ડ પર 30 ટકા જેટલો ભારે ટેક્સ લગાવ્યો છે. આ ભારે ટેક્સને કારણે સામાન્ય કરદાતાઓ પર કેવી અસર પડશે અને કંપનીઓ શું પગલાં લેશે તે જાણીએ.

એક તરફ સરકાર વેલ્થ ક્રીયેટરને પ્રોત્સાહન આપવા માંગે છે તો બીજી તરફ એ શ્રીમંતો પર જેઓ વેલ્થ ક્રિએટર છે એમના પર વધુ કરબોજ નાખી રહી છે.
ડિવિડન્ડ પર હવે સીધો આવકવેરો લાવવાથી કંપની પ્રમોટરો ઓછું ડિવિડન્ડ જાહેર કરશે કારણકે એના પર હવે તેમણે 30 ટકા ટેક્સ ભરવો પડશે. જયારે કંપનીઓએ માત્ર 22 ટકા ટેક્સ ભરવાનો થશે જેથી એમની સીધી 8 ટકાની બચત. આથી નાના નાના શેરમાં રોકાણ કરનારા ને નુકશાન વળી બીજી તરફ બેન્કના વ્યાજ દરમાં પણ સતત ઘટાડો થતો ચાલ્યો છે અને એના પર પાછો TDS.
આ ડિવિડન્ડ પરના ટેક્સને લીધે અમેરિકાના રોકાણકારોને સીધો ફાયદો છે કારણકે તેઓ હવે ભારતમાં એના પર 30 ટકા ટેક્સ ભરશે જયારે ત્યાં ટેક્સ છે 40 ટકા!
આથી મારે એજ કહેવું છે કે સરકાર ડિવિડન્ડ પર માત્ર 10 ટકા થી 15 ટકા જ કર લે જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હતો એટલો જ અને રૂ 10 લાખ સુધીનું જે ડિવિડન્ડ કરમુક્ત હતું એ ચાલુ રાખે એથી નાના નાના રોકાણકારો શેરમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પ્રેરાશે અને એનો લાભ અર્થતંત્રને ગતિ જ મળશે.
નવા સાહસિકોને પણ ફાયદો થશે. તેઓ કર બચાવવા કંપની ખોલવા તરફ અને ધંધો વધારવા પ્રેરાશે.
કંપનીઓ અને ખાસ તો સરકારી કંપનીઓ વધુને વધુ ડિવિડન્ડ જાહેર કરે તો એમાં સરકારી કંપનીઓમાં પણ રોકાણકારોનો ઉત્સાહ વધશે અને એથી જાહેર કંપનીઓ પણ નફો કરતી થશે અને સરકારને પણ ડિવિડન્ડ આવક વધશે.
તો આમ વેલ્થ ક્રીયેટર ને સાચું પ્રોત્સાહન અને આદર મળ્યો કહેવાશે
eછાપું