ડેટા એનાલિસ્ટ તથા અન્ય આઇટી પ્રોફેશનલની જોબ માર્કેટમાં અછત

0
273
Photo Courtesy: towardsdatascience.com

દેશમાં ડિજીટલ ઈકોનોમી જે રીતે પોતાનો વિસ્તાર વધારી રહી છે તેને ધ્યાનમાં લઈને આઈટી પ્રોફેશનલ્સ તેમજ ડેટા એનાલિસ્ટની જબરદસ્ત માંગ બજારમાં ઉભી થઇ છે.

Photo Courtesy: towardsdatascience.com

એક અહેવાલ મુજબ વર્ષ 2020 દરમ્યાન આશરે 4.4 લાખ ડેટા સાયન્ટિસ્ટની માંગ રહેશે એની સામે પુરવઠો થશે માત્ર 2.4 લાખ કર્મચારીઓનો આનો અર્થ સીધા 2 લાખ કર્મચારીઓની અછત.ડેટા સાયન્ટિસ્ટ એટલે ઇન્ફોરમેશન સિક્યુરિટી એનાલિસ્ટ, ક્લાઉડ ઇન્જીન્યર નેટવર્ક એનાલિસ્ટ, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, ડેટા ગવર્નન્સ એક્સપર્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન ડેવલપર વગેરે. આ તમામ મળીને આ પ્રકારની અછત રહેશે.

હવે જોઈએ આ તમામની કઈ કઈ મુખ્ય ઇન્ડટ્રીમાં માંગ છે. તો એમાં બેન્કિંગ ફાયનાન્શીયલ સર્વિસિસ એન્ડ ઈન્સ્યુરન્સ મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, આઇટી  અને ઈ કોમર્સ મુખ્ય છે. આ તમામ ઇન્ડટ્રીમાં આ વ્યવસાયિકોની એક થી પાંચ વર્ષના અનુભવી યુવાનોની આ જરૂરિયાત છે. ડિજિટલ ઈકોનોમીની વધતી જતી માંગ અને વિકાસને લીધે આ વેક્સન્સીઓ ઉભી થઇ છે.

હવે જોઈએ એમની શરૂઆતનું પેકેજ કેટલું છે. તો બેન્કિંગ ફાયનાશિયલ સર્વિસીસ એન્ડ ઈન્સ્યુરન્સ સેક્ટરમાં આશરે 13.56 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ ઓફર થઇ રહ્યા છે તો અન્ય સેક્ટરમાં રૂ 10 લાખ થી વધુ વાર્ષિક પેકેજ ઓફર થઇ રહ્યા છે.

આમ આજે આઇટી સેક્ટરના યુવાનોની જોબ માર્કેટમાં ખુબ જ અછત અને માંગ બંને છે.

આ ડેટા સાયન્ટિસ્ટોને મેથ્સ સ્ટેટિસ્ટિક કમ્પ્યુટર સાયન્સ અને આઇટીનું જ્ઞાન હોવું જરૂરી છે એથી નવા નવા આઇટી ગ્રેજ્યુએટ્સ આ ક્ષેત્રે પ્રવેશે તો બે થી ત્રણ વર્ષના અનુભવે તેઓ વાર્ષિક 12 થી 15 લાખ રૂપિયાના પેકેજ મળતા થઇ જાય એક બિલકુલ શક્ય છે.

આજે આ ક્ષેત્રના અનુભવીની બજારમાં ખેંચાખેંચી ચાલી રહી છે એમને 60 ટકાથી 100 ટકા જમ્પ નવી નોકરીમાં આપવામાં આવી રહ્યા છે.
ઓલા ઉબરની ટેક્સી હોય ગ્રાહક જ્યાં માંગે ત્યાં એમની જરૂરિયાત પુરી કરવી એમાં જ ધંધાનો સીધો નફો છે અને આવી સેવા આપવા માટે જ આજે ડેટા સાયન્ટિસ્ટ મહત્વનો રોલ ભજવે છે.

તો યુવાનો શું વિચાર કરો છો થઇ જાવ તૈયાર આ માંગને પહોંચી વળવા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here