દિલ્હી એક્ઝીટ પોલ: સાચી મેથોડોલોજી કોણ વાપરે છે?

0
112
Photo Courtesy: Republic TV

શનિવારે સાંજે દિલ્હી વિધાનસભાના મતદાન બાદ એક્ઝીટ પોલ જાહેર થયા હતા, પરંતુ આ એક્ઝીટ પોલના પરિણામો સાથે મોટાભાગના લોકો સહમત નથી, કેમ? જાણીએ.

Photo Courtesy: Republic TV

દિલ્હીમાં કુલ મતદાન 62.59% થયું.

એક્ઝીટ પોલ સાંજે પાંચ વાગે શરુ થયો. મોટાભાગના એક્ઝીટ પોલ દ્વારા સરેરાશ 30,000 સેમ્પલ સાઈઝ લેવામાં આવી હતી.

છેલ્લો સેમ્પલ સાંજે 4.00 વાગે લેવાયો ત્યારે મતદાન 42% હતું. ત્યારબાદ 20% મતદાન થયું. તેને એક્ઝીટ પોલમાં ગણતરીમાં લેવામાં આવ્યું નથી.

આ છેલ્લું 20% મતદાન જ એક્ઝીટ પોલને ખોટો પાડી શકે છે.

બીજી એક ગણતરી જોઈએ.

હકીકત તો એ છે કે 2015માં આમ આદમી પાર્ટીના ઐતિહાસિક વિજય પછી કેજરીવાલનો વોટશેર સતત ઘટી રહ્યો છે. જે 2015ના 54%માંથી 2019ની લોકસભામાં 18% ઉપર પહોંચી ગયો હતો.

હવે બધાં એક્ઝીટ પોલ કેજરીવાલનો વોટશેર 50%ની આસપાસ બતાવે છે. એનો અર્થ એ થયો કે 32%નો પોઝિટિવ સ્વિંગ આ ચૂંટણીમાં “આપ”ને મળશે. આમ થવું કોઈ ચમત્કાર વિના શક્ય જ નથી.

લોકસભા અને વિધાનસભાની મત પેટર્ન અલગ અલગ હોય છે તો પણ 18% ઉપરથી 50% ત્યારે જ શક્ય બને જ્યારે લોકસભામાં કોંગ્રેસને મળેલા તમામ 22% મત કેજરીવાલને મળ્યા હોય. પરંતુ આવું બને જ નહીં કારણ કે કોંગ્રેસની કોર વોટબેંક કે જે દિલ્હીમાં 8%થી 10%ની વચ્ચે છે તે ક્યારેય અન્ય પક્ષને મત ન આપે. તે નિષ્ક્રિય થઈ જાય અને મતદાન કરવાથી દૂર રહે એવું બને પણ કોર વોટબેંક ક્યારેય અન્યને મત ન જ આપે.

તેમ છતાં આવું બન્યું છે અને (1) કોંગ્રેસ અને “આપ” વચ્ચે “હિડન” “મેચ-ફિક્સિંગ” થયું છે એમ માની લઈએ અને એવું પણ માની લઈએ કે (2) મુસ્લિમ અને દલિત મતમાં વિભાજન નથી થયું અને તેઓએ માત્ર “આપ”ને જ મત આપ્યા છે તો પણ 18+22 = 40% મત “આપ”ના થાય.

મતલબ 50 % સુધી પહોંચવા ભાજપના પણ 10% મત “આપ” તોડી શક્યું હોય ! કેજરીવાલે “મફત”ની લ્હાણી કરી છે એ જોતાં ભાજપના મધ્યમ વર્ગના મત તોડ્યા હોય તેવું માની પણ શકાય તેમ છે.

હવે જે ભાજપના 2015માં ખરાબમાં ખરાબ સમયમાં પણ 32% કોર વોટ અકબંધ રહ્યા હોય તે ભાજપના 10% વોટ “આપ” તોડી શકે તે કોઈ રીતે શક્ય લાગતું નથી.

એક્ઝીટ પોલ તો પાછો ભાજપનો વોટ શેર ગઈ વિધાનસભા કરતાં 6% થી 8% વધી રહ્યો છે તેમ બતાવે છે…!!!

એટલે એક્ઝીટ પોલના પરિણામ મારા ગળે નથી ઉતરી રહ્યા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here