અચંબો: ‘ગુમ’ થયેલા હાર્દિક પટેલે કેજરીવાલને અભિનંદન આપ્યા

1
290
Photo Courtesy: twitter.com/HardikPatel_

ગુજરાત કોંગ્રેસના નેતા એવા હાર્દિક પટેલ ગુમ થયા હોવાની ફરિયાદ તેમના પત્નીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી પરંતુ હવે હાર્દિક પટેલે ખુદ અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાના વિજય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Photo Courtesy: twitter.com/HardikPatel_

અમદાવાદ: હજી બે દિવસ પહેલા જ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે હાર્દિક પટેલ 18 જાન્યુઆરીથી ગુમ થઇ ગયા છે જેની પાછળનું કારણ પોલીસની સતામણી છે. પરંતુ આજે સવારે હાર્દિક પટેલે Tweet કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગઈકાલની જીત બદલ અભિનંદન પાઠવીને અચંબાભરી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે.

હાર્દિક પટેલે પોતાની Tweetમાં જણાવ્યું છે કે,

શુભેચ્છા… શુભેચ્છા… ફરીથી શુભેચ્છા. દિલ્હીની જનતા તેમજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક શુભેચ્છા.

આમ, માત્ર બે જ દિવસમાં કિંજલ પટેલના ગુજરાત પોલીસ પરના આરોપ કે તેણે હાર્દિક પટેલને ગુમ કરી દીધા છે તેના પર હવે પ્રશ્નાર્થ ચિન્હો લાગી ગયા છે. કિંજલ પટેલના આરોપ અનુસાર તેના પતિ (હાર્દિક પટેલ) પર દેશદ્રોહનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેના ગુમ થવા પાછળ સરકારી મશીનરી જવાબદાર છે.

જો કે ગુજરાત પોલીસના DGP શિવાનંદ ઝાએ આ તમામ આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે તેઓ આ મામલે કશું પણ બોલવાનું યોગ્ય નથી સમજતા.

હાર્દિક પટેલની Tweetથી એવા પ્રશ્નો પણ ઉભા થયા છે કે શું તે ગુજરાત પોલીસને થાપ આપી રહ્યો છે અને તે ક્યાં ક્યાં સંતાતો ફરે છે તેની જાણ તેના કુટુંબીજનો તેમજ નજીકના સગાંઓને પણ છે.

eછાપું

1 COMMENT

  1. Jo Gum naa thayo hy to haajar karta sarkar ne su taklif pde che? Mann faave ee gme em aarop lagavi ne jata rye n CM sambhdta rye to evi sarkar nu su kaam? Koi nana manas ne to raate suto j upadi levama jaray vichar nthi aavto emne. Maykangli sarkar lambu nai chale. I am staunch modi supporter but i wish BJP loose next election… They need a lesson that government is not the owner of people, they are servent of people

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here