VIDEO: જામિયાના હિંસક તત્વો લાઈબ્રેરીમાં છુપાયા હતા

0
78
Photo Courtesy: Twitter

ગઈકાલે સાંજે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી ન્યૂઝ ચેનલ દ્વારા દિલ્હીની જામિયા  મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં દિલ્હી પોલીસના કથિત લાઠીચાર્જ અંગે ખુલાસો કરતી CCTV ફૂટેજ જાહેર કરવામાં આવી હતી.

Photo Courtesy: Twitter

નવી દિલ્હી: એક ન્યૂઝ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક unedited વિડીયોમાં (CCTV ફૂટેજ) એ સ્પષ્ટ થયું છે કે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલો કથિત લાઠીચાર્જ જે હિંસક તત્વો પર જ હતો નહીં કે નિર્દોષ વિદ્યાર્થીઓ પર.

આ વિડીયોમાં એ જોવા મળી રહ્યું છે કે લાઈબ્રેરીની બહાર પથ્થરબાજી તેમજ અન્ય હિંસક પ્રવૃત્તિઓ કરી અને પોલીસથી ભાગી રહેલા તોફાની તત્વોએ જામિયાની લાઈબ્રેરીમાં શરણ લીધું હતું. આ વિડીયોમાં એક વ્યક્તિના હાથમાં પથ્થર પણ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત એક વ્યક્તિ આ તત્વોને ઝડપથી લાઈબ્રેરીમાં છુપાઈ જવા માટે તો બીજો વ્યક્તિ પોતાના હોઠ પર આંગળી રાખીને બધાને ચૂપ રહેવાનો નિર્દેશ આપતો પણ જોવા મળી રહ્યો છે. તો અમુક વ્યક્તિઓ પોતાનો પીછો કરી રહેલી પોલીસ લાઈબ્રેરીમાં ઘુસી ન જાય તે માટે દરવાજા પાસે ભારે ટેબલ જેવી વસ્તુઓ ખસેડીને પણ મુકતી જોવા મળી રહી છે.

ગઈકાલે સવારે સોશિયલ મિડિયામાં એક edited વિડીયો ફરી રહ્યો હતો જેમાં પોલીસ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહી હોવાનું જ જોવામાં આવી રહ્યું હતું. બાદમાં સાંજે ઉપરોક્ત વિડીયો પણ બહાર આવતા સત્ય જાણવા મળ્યું હતું.

જો કે edited વિડીયોમાં પણ અમુક વિદ્યાર્થીઓ મોઢે માસ્ક બાંધીને અને પુસ્તકને ટેબલ પર ખોલ્યા વગર મૂકી રાખેલા જોવા મળ્યા હતા જેણે પણ લોકોના મનમાં આ વિડીયો સાચો હોવા અંગે શંકા ઉભી કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here