સોશિયલ મિડિયા: હવે મેદાનની બહાર પણ વિરાટનો રેકોર્ડ

0
130
Photo Courtesy: iplt20.com

વિરાટ કોહલીએ હવે ક્રિકેટના મેદાનની બહાર એટલેકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ સહુથી વધુ ફોલોઅર્સ મેળવવાનો એક અનોખો વિક્રમ તોડ્યો છે.

Photo Courtesy: iplt20.com

અમદાવાદ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર તો વિક્રમો બનાવવા અને તોડવા માટે તો જાણીતો છે જ, પરંતુ હવે તેણે મેદાનની બહાર પણ એક અનોખો વિક્રમ બનાવ્યો છે. વિરાટ કોહલીએ આ નવો વિક્રમ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યો છે.

વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હવે 50 મિલિયન ફોલોઅર્સ થયા છે જે કોઇપણ ભારતીય સેલીબ્રીટીના ફોલોઅર્સ કરતાં સહુથી વધારે છે. વિરાટ કોહલીએ હવે આ મામલે બોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપરાને પાછળ રાખી દીધી છે.

પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 49.9 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે દીપિકા પાદુકોણ 44.1 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા નંબરે છે. ઇન્સ્ટાગ્રામ સહુથી વધુ એટલેકે 200 મિલિયન ફોલોઅર્સ બ્રાઝીલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના છે.

વિરાટ કોહલીએ અત્યારસુધી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 930 પોસ્ટ્સ કરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here