અતરંગી રે: અહીં એકસાથે ઘણા બધા સરપ્રાઈઝ જોવા મળશે

0
144
Photo Courtesy: indiatvnews.com

અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ અતરંગી રે વિષે એક ખાસ સમાચાર આવ્યા છે અને આ સમાચાર ત્રણેય મુખ્ય કલાકારોની ભૂમિકા વિષે પ્રકાશ પાડે છે.

મુંબઈ: આનંદ એલ રાયે ગયા મહીને તેમની આગામી ફિલ્મ અતરંગી રે ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે.

જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેના વિષે નવા નવા સમાચાર આવી રહ્યા છે. એક તાજા સમાચાર અનુસાર ફિલ્મમાં સારા અલી ખાનનો ડબલ રોલ હશે, પરંતુ આ ડબલ રોલ અલગ પ્રકારનો હશે.

ફિલ્મમાં સારા અક્ષય અને ધનુષ સાથે અલગ અલગ સમયે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મનું શુટિંગ આવતા મહિનાની શરૂઆતમાં બિહારમાં થશે અને ત્યારબાદ મદુરાઈમાં પણ ફિલ્મ શૂટ થશે.

શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું હતું કે અતરંગી રે માં અક્ષય કુમારનો માત્ર કેમિયો જ છે, પરંતુ ડાયરેક્ટર આનંદ એલ રાયે સ્પષ્ટતા કરી છે કે અક્ષયની આ ફિલ્મમાં ખાસ ભૂમિકા છે.

અતરંગી રેમાં રોમાન્સ ઉપરાંત કોમેડી પણ હશે જેના શૂટિંગમાં અક્ષય કુમાર એપ્રિલ મહિનાના મધ્યમાં જોડાશે.

અતરંગી રે નું શુટિંગ લગભગ 80 થી 90 દિવસમાં પૂરું કરી દેવામાં આવશે અને ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે રિલીઝ કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here