મેચ ફિક્સિંગ? – ઉમર અકમલને પાકિસ્તાન બોર્ડે સસ્પેન્ડ કર્યો

0
590

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મહત્ત્વના બેટ્સમેન ઉમર અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે અચાનક જ સસ્પેન્ડ કર્યો છે અને અકમલ પર કયા આરોપ લગાવવામાં આવ્યા છે એ પણ સ્પષ્ટ નથી કર્યું.

લાહોર: પાકિસ્તાનના બેટ્સમેન ઉમર અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ અનિશ્ચિત મુદ્દત માટે સસ્પેન્ડ કર્યો છે. આજથી પાકિસ્તાન સુપર લીગ (PSL) શરુ થવા જઈ રહી છે જેમાં ઉમર અકમલ સામેલ થઇ શકશે નહીં.

ઉમર અકમલને સસ્પેન્ડ કરવા પાછળ PCB કે કોઈ કારણ હજી સુધી જાહેર નથી કર્યું પરંતુ તેને એન્ટી કરપ્શન કોડ હેઠળ સસ્પેન્ડ કર્યો હોવાનું જરૂર જણાવ્યું છે. આ પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઉમર અકમલ કોઈને કોઈ રીતે કોઈ ફિક્સિંગમાં પકડાયો છે.

ઉમર અકમલ પર PCBના બંધારણ મુજબ એક સ્વતંત્ર ટ્રાઈબ્યુનલ કેસ ચલાવશે અને તપાસ કરશે કે તેના પર લગાવવામાં આવેલા આરોપોમાં કેટલી સત્યતા છે. ઉમર અકમલને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરતો લેખિત પત્ર PCB એ ઉમર અકમલ, ICC તેમજ નેશનલ ક્રિકેટ ફેડરેશનને મોકલી આપ્યો છે.

PSLમાં ઉમર અકમલ ક્વેટા ગ્લેડીએટર્સ તરફથી રમે છે જેને હવે અકમલની જગ્યાએ કોઈ બીજા ક્રિકેટરને સાઈન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here