NZ Vs IND: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની પ્રથમ હાર

0
254
Photo Courtesy: twitter.com/icc

ન્યુઝીલેન્ડ પ્રવાસની બે ટેસ્ટમાંથી પહેલી ટેસ્ટમાં આજે ભારતને 10 વિકેટે હાર મળી છે. મળેલા લક્ષાંકને ન્યુઝીલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધું હતું.

Photo Courtesy: twitter.com/icc

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડે થોડા સમય પહેલા ભારતને અહીં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હાર આપી છે. બીજી ઇનિંગ્સમાં 183 રન પાછળ રહ્યા બાદ આજે ભારત લીડ કરતાં માત્ર 8 રન જ વધુ બનાવી શક્યું હતું.

પહેલી ઇનિંગમાં ભારતે મયંક અગરવાલ અને અજીન્ક્ય રહાણેના અનુક્રમે 34 અને 46 રનની મદદથી માત્ર 165 રન બનાવ્યા હતા. જવાબમાં એક સમયે ન્યુઝીલેન્ડ તકલીફમાં હોવા છતાં 348 રન બનાવી ગયું હતું જે ભારતને છેવટે મોંઘુ પડ્યું હતું.

ભારતની બીજી ઇનિંગમાં પણ મયંક અગરવાલ અને અજીન્ક્ય રહાણેએ જ સહુથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યા હતા. અગરવાલે 58 રન કર્યા હતા જ્યારે રહાણેએ 29 રન કર્યા હતા.

ભારત આજે 191 રન બનાવીને ઓલ આઉટ થઇ જતા ન્યુઝીલેન્ડને જીતવા માટે માત્ર 9 રન બનાવવાના આવ્યા હતા જે તેણે 1.4 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર બનાવી લીધા હતા. ન્યુઝીલેન્ડનો આ 100મો ટેસ્ટ વિજય હતો.

ભારત આજે ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં તેની પ્રથમ મેચ હાર્યું હતું. મેચમાં 9 વિકેટ ઝડપનાર ટીમ સાઉધીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here