છેલ્લા ત્રણેક દિવસથી દેશની રાજધાની દિલ્હીને બાનમાં લેનારા તોફાની તત્વો પર હવે બરોબર લગામ કસાય તેવું લાગી રહ્યું છે કારણકે NSA અજીત ડોવલે હવે પરિસ્થિતિ પર નિયંત્રણ લેવા માટે દિલ્હી પોલીસને માર્ગદર્શન આપ્યું છે.

નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હિંસક તોફાનો થઇ રહ્યા છે. દિલ્હીનો ઉત્તરપૂર્વ વિસ્તાર આ તોફાનોથી ખાસકરીને અસરગ્રસ્ત થયો છે.
પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ દિલ્હી પોલીસને તોફાનીઓની સાફસૂફી કરવા માટે માર્ગદર્શન તેમજ સૂચના આપવા માટે ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે ઉત્તરપૂર્વ દિલ્હીના પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે આખી રાત દિલ્હી પોલીસે આ વિસ્તારમાં ફરીફરીને તોફાનીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે. અજીત ડોવલે અસરગ્રસ્ત વિસ્તારોની પણ જાતમુલાકાત લીધી હતી.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો દિલ્હી પોલીસની ગઈ રાત્રીની સાફસૂફી સફળ રહી હશે તો આવનારા બે થી ત્રણ દિવસમાં દિલ્હીમાં સંપૂર્ણ શાંતિ સ્થપાઈ જશે. ગઈકાલેજ દિલ્હી પોલીસના કાયદો અને વ્યવસ્થાના કમિશનર તરીકેની નવી નિમણુંક કરવામાં આવી હતી અને તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.
અજીત ડોવલ સાથેની બેઠકમાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો જેમાં દિલ્હી પોલીસ કમિશનર અમુલ્ય પટનાયક પણ સામેલ હતા.
Delhi: National Security Advisor (NSA) Ajit Doval leaves from office of Deputy Commissioner of Police North-East in Seelampur after reviewing security situation. pic.twitter.com/VuS7vm291O
— ANI (@ANI) February 25, 2020
eછાપું
As this is political move by two major party of Delhi actually those who are here since so many year they should not bother and have any type of Govt paper are unquestionable only those have come india by any wrong way they will be send back all must understand that this is benefiting indian national