સત્ય: શું દિલ્હી હાઈકોર્ટના જજની બદલી કેન્દ્રના ઈશારે થઇ છે?

0
273
Photo Courtesy: barandbench.com

હજી તો ગઈકાલે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને ઠપકો આપતો નિર્ણય દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ એસ મુરલીધરે આપ્યો હતો અને ગઈ રાત્રે તેમની બદલી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.

Photo Courtesy: barandbench.com

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને દિલ્હીમાં હાલમાં થયેલા હિંસક તોફાનો બદલ ઠપકો આપ્યો હતો. આ ઠપકો દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ એસ મુરલીધર દ્વારા આપવામાં આવ્યો હતો.

ગઈકાલે મોડીરાત્રે કેન્દ્ર સરકારના ન્યાય મંત્રાલય દ્વારા જસ્ટીસ એસ મુરલીધરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી થઇ હોવાની માહિતી આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ કેટલાક મિડિયાકર્મીઓ તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા વાડ્રા દ્વારા એ પ્રકારની માહિતી ફેલાવવામાં આવી છે કે જસ્ટીસ મુરલીધરની બદલી તેમના કેન્દ્ર સરકારને ઠપકો આપવાને લીધે રાતોરાત કરી દેવામાં આવી છે.

પરંતુ આ સમગ્ર માહિતીની સત્યતા તપાસતા જાણવા મળ્યું છે કે જસ્ટીસ એસ મુરલીધરની બદલી કરવાનો નિર્ણય 12 ફેબ્રુઆરીએ જ સુપ્રિમ કોર્ટના કોલેજીયમ દ્વારા લઇ લેવામાં આવ્યો હતો. Twitter પર એક યુઝર ચિંતન શાહ દ્વારા સુપ્રિમ કોર્ટના કોલેજીયમના આ નિર્ણયની જાહેરાત કરતો દસ્તાવેજ Tweet કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં થયેલા તાજા હિંસક તોફાનો 23 ફેબ્રુઆરીની સાંજથી શરુ થયા હતા જેના બરોબર 11 દિવસ અગાઉજ જસ્ટીસ એસ મુરલીધરની બદલી ચંડીગઢ કરી દેવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો હતો, આટલુંજ નહીં પરંતુ જસ્ટીસ મુરલીધર સાથે અન્ય બે જજની બદલીનો નિર્ણય પણ એ જ દિવસે લેવામાં આવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here