આનંદદાયક સફર: હવે વિમાન સફરમાં પણ તમે WiFi નો ઉપયોગ કરી શકશો

0
330
Photo Courtesy: businessinsider.com

અત્યારસુધી વિમાન સફર કરતી વખતે ઈન્ટરનેટનો ઉપયોગ થઇ શકતો ન હતો. ભારત સરકારે બહાર પાડેલા નવા નોટીફીકેશન દ્વારા હવેથી આ શક્ય બન્યું છે.

Photo Courtesy: businessinsider.com

નવી દિલ્હી: એક મોટી જાહેરાતમાં કેન્દ્ર સરકારે પ્લેનની સફરમાં WiFiના ઉપયોગ માટેનો રસ્તો સાફ કરી દીધો છે. હવે ભારતીય વિમાન સેવાઓ વિમાનની ચાલુ સફરે પોતાના મુસાફરોને WiFi સુવિધાઓ આપી શકશે તે પ્રકારનું નોટીફીકેશન પણ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે.

ગત શનિવારે આ નોટીફીકેશનને આધિકારિક ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં વિમાની સફર દરમ્યાન મોબાઈલ ટેલિફોનીનો ઉપયોગ થઇ શકશે કે કેમ એ અંગે કોઈજ નિર્ણય સરકારે લીધો હોવાનું જાણવા મળ્યું નથી.

આ નોટીફીકેશન અનુસાર સરકારે એરલાઇન્સને એ હક્ક આપ્યા છે કે તે મુસાફરોને પાઈલોટ ઇન કમાન્ડની મંજૂરીથી ફ્લાઈટની અંદર WiFi સુવિધા આપી શકે છે. આ WiFi સુવિધા દરેક મોબાઈલ ફોન કે ગેજેટ્સમાં ‘એરોપ્લેન મોડ’ હેઠળ ઉપયોગમાં લઇ શકાશે.

સરકારના આ નિર્ણયને કારણે લેપટોપ, સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ તેમજ ઈ રીડર્સ, સ્માર્ટવોચ અને પોઈન્ટ ઓફ સેલ સર્વિસ જેવા વિવિધ ગેજેટ્સનો ઉપયોગ કરતા પ્રવાસીઓને ખૂબ ફાયદો થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here