VIDEO: કપિલ મિશ્રા કેસમાં શિકારીઓ જ શિકાર થઇ ગયા!

0
291

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રા પર હર્ષ મંદર તેમજ મહમૂદ પ્રાચાએ હેટ સ્પીચને લગતી એક ફરિયાદ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે, પરંતુ નવા વિડીયોમાં કશુંક જુદું જ જોવા મળી રહ્યું છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી દિલ્હીના નેતા કપિલ મિશ્રા પર સમાજસેવી અને કટ્ટર વામપંથી હર્ષ મંદર તેમજ વકીલ મહમૂદ પાર્ચાએ હેટ સ્પીચનો આરોપ મુકીને સુપ્રિમ કોર્ટમાં કેસ કર્યો છે. પરંતુ કપિલ મિશ્રાએ હવે આ બંને પર જ હેટ સ્પીચ કરવાનો આરોપ મૂક્યો છે.

કપિલ મિશ્રાએ આજે સવારે એક વિડીયો Tweet કર્યો હતો જેમાં આ બંનેની હેટ સ્પીચ દર્શાવવામાં આવી છે. હર્ષ મંદર જે સમાજસેવી હોવા ઉપરાંત સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે તેઓ દિલ્હીમાં એક સભાને સંબોધન કરતા કહેતા જોવા મળે છે કે, સુપ્રિમ કોર્ટે અયોધ્યા અને કાશ્મીર જેવા મામલાઓ પર સેક્યુલર રહીને આદેશ આપ્યા નથી આથી હવે ફેંસલો સંસદ કે સુપ્રિમ કોર્ટમાં નહીં પરંતુ રસ્તાઓ પર થશે.

આ ઉપરાંત હર્ષ મંદર આ વિડીયોમાં એમ પણ કહે છે કે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારું આ દેશમાં તમારું ભવિષ્ય શું છે. તો વકીલ મહમૂદ પાર્ચા પણ આ વિડીયોમાં એમ કહેતા જોવા મળે છે કે મુસ્લિમોએ હવે ઘરેણા વેંચીને શસ્ત્રો ખરીદવા જોઈએ અને આ શસ્ત્રોના લાઈસન્સ લેવા જોઈએ જેથી સ્વરક્ષા કરી શકાય.

હર્ષ મંદર ડૉ. મનમોહન સિંહના નેતૃત્ત્વ હેઠળની UPA સરકારને માર્ગદર્શન આપતી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ જેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા, તેના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ બંને વ્યક્તિઓએ કપિલ મિશ્રા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં હેટ સ્પીચ અંગે ફરિયાદ દાખલ કરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here