વરસાદની વિલનગીરી: ભારતીય મહિલાઓ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

0
283
Photo Courtesy: twitter.com/T20WorldCup

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાનારી T20 વિમેન્સ વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ એક પણ બોલ રમાયા વગર ધોવાઈ ગઈ હતી.  

Photo Courtesy: twitter.com/T20WorldCup

સિડની: ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજીત ICC વિમેન્સ T20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ એક પણ બોલ નખાયા વગર ધોવાઈ ગઈ હતી. સિડનીમાં અવિરત વરસાદને લીધે મેચમાં એક પણ બોલ નાખી શકાયો ન હતો.

એક્સ્ટ્રા ટાઈમ દરમ્યાન પણ વરસાદ ચાલુ રહેતા છેવટે ઓન ફિલ્ડ અમ્પાયરો તેમજ મેચ રેફરી દ્વારા મેચને પડતી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમે રાઉન્ડ રોબીન મેચોમાં ઇંગ્લેન્ડ કરતા વધુ પોઈન્ટ અર્જીત કર્યા હોવાને કારણે ભારતને બાય ડિફોલ્ટ ફાઈનલમાં પ્રવેશ  મળી ગયો હતો.

સોશિયલ મિડિયા તેમજ ક્રિકેટ પંડિતોમાં બંને સેમીફાઈનલ તેમજ ફાઈનલ મેચોમાં વધારાનો દિવસ ન રાખવા બદલ ICCની ટીકા થઇ રહી છે. ICC એ ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલા પુરુષોના 50 ઓવર્સના વર્લ્ડ કપમાં સેમીફાઈનલ અને ફાઈનલ માટે વધારાના દિવસો રાખ્યા હતા અને વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડની સેમીફાઈનલનું પરિણામ બીજા દિવસે જ આવી શક્યું હતું.

ટીમ ઇન્ડિયા હવે રવિવારે સાઉથ આફ્રિકા અથવાતો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલમાં રમશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here