નમસ્તે: બેન્જામીન નેતન્યાહુની ઈઝરાયેલીઓને અનોખી સલાહ

0
127
Photo Courtesy: Twitter

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ગઈકાલે રાષ્ટ્રને સંબોધિત કરતા ઈઝરાયેલી નાગરિકોને એકબીજાને મળતી વખતે ભારતીય પદ્ધતિ અપનાવવાની અનોખી સલાહ આપી હતી.

Photo Courtesy: Twitter

જેરુસલેમ: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ગઈકાલે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં નેતન્યાહુએ દેશના નાગરિકોને એકબીજાને મળતી વખતે હાથ મેળવવાને બદલે ભારતીય પરંપરા અનુસાર નમસ્તે કરવાની સલાહ આપી છે.

બેન્જામીન નેતન્યાહુના કહેવા અનુસાર આમ કરવાથી સમાજીક મિલનમાં શારીરિક સ્પર્શ કરવાનું ઓછું થશે અને તેને કારણે કોરોના વાયરસથી આપોઆપ  બચાવ થશે. નેતન્યાહુએ આ ઉપરાંત પણ કોરોના વાયરસથી બચવાના અસંખ્ય અન્ય ઉપાયો પણ સૂચવ્યા હતા.

બેન્જામીન નેતન્યાહુ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરમ મિત્ર પણ છે અને તેઓ ભારતના વિવિધ તહેવારોએ વડાપ્રધાન મોદી અને ભારતીયોને  હિન્દીમાં શુભેચ્છાઓ પણ આપતા રહે છે. તેઓ જ્યારે પણ ભારતીય વડાપ્રધાનને મળે છે ત્યારે નમસ્તે પણ કરતા હોય છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મિડિયામાં દેશવાસીઓને કોરોના વાયરસથી કેમ  બચવું તેના વિષે કેટલીક ટિપ્સ આપી હતી અને ગભરાવાની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here