VIDEO: પૈસા હજમ, શાહીન બાગ ખતમ!

0
238
Photo Courtesy: YouTube

લગભગ અઢીથી ત્રણ મહિનાથી દિલ્હીથી નોઇડા જવાનો સીધો રસ્તો રોકીને બેસેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ હવે ધીરેધીરે વિખેરાઈ રહ્યા હોવાનું એક  ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં દર્શાવ્યું છે.

Photo Courtesy: YouTube

નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદો (CAA) અને હજી તો જેનો ડ્રાફ્ટ પણ હજી જાહેર નથી થયો તેવા NRC કાયદાના વિરોધનું એપીસેન્ટર બની ગયેલા દિલ્હીના શાહીન બાગ વિસ્તારના ધરણામાં દેખાવકારોની સંખ્યા હવે નહીવત જોવા મળી રહી છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર હવે અહીં વધુમાં વધુ એકસાથે 20 લોકો જ જોવા મળે છે તો ઘણી વખત અહીં માત્ર 8 થી 10 લોકોની જ હાજરી હોય છે. આ ન્યૂઝ ચેનલના કહેવા અનુસાર આ બધું કોરોના વાયરસના ડરને લીધે નહીં પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ધીમે ધીમે થઇ રહ્યું છે.

અગાઉ પણ એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે શાહીન બાગના ધરણા માત્ર દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો રાજકીય લાભ લેવા માટે આમ આદમી પાર્ટી અને ડાબેરી વિચારધારા ધરાવતા લોકો દ્વારા શરુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના સ્થાનિકોનું કહેવું હતું કે તેમણે ધરણામાં ભાગ લેનાર તમામને દરરોજ બિરયાનીનું ભોજન મળતું હોવા ઉપરાંત દરરોજ રૂ. 500 પણ આપવામાં આવતા હતા.

દિલ્હીમાં શાહીન બાગ વિસ્તાર એવી જગ્યાએ આવેલો છે જ્યાંથી નોઇડા જવાનો રસ્તો નીકળે છે. પરંતુ લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલા આ ધરણાને કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો હતો અને દિલ્હીથી નોઇડા જતા લોકોને પાંચેક કિલોમીટરનો રસ્તો વધુ કાપવો પડતો હતો.

શાહીન બાગના રહેવાસીઓએ થોડા સમય અગાઉ સુપ્રિમ કોર્ટમાં આ ધરણા અને પ્રદર્શન કરતા લોકોને અહીંથી હટાવવા માટે અરજી કરી હતી. જવાબમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ત્રણ વિષ્ટિકારોની નિમણુંક કરવામાં આવી હતી પરંતુ તેઓ પણ આ પ્રદર્શનકારીઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here