હાલમાં યસ બેંકમાં એક મોટો ક્રાઈસીસ ચાલી રહ્યો છે. આવામાં તેના ખાતેદારો અને રોકાણકારો બંને મૂંઝવણમાં છે આ બંનેની મૂંઝવણને લગતા પ્રશ્નોના કેટલાક ઉત્તરો અહીં આપવામાં આવ્યા છે.

ફડચામાં જઈ રહેલી યસ બેન્કને ઉગારવા માટે આપણી રિસર્વ બેન્કે પગલા લેવા માંડ્યા જ છે અને રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક એમાં રૂ. 12000 કરોડનું રોકાણ કરશે. આ માટે સ્ટેટ બેંક યસ બેન્કનો રૂ 2 નો શેર રૂ. 8 ના પ્રીમિયમે લેશે એટલેકે રૂ. 10 માં અને એનું હોલ્ડીંગ 49% રહેશે.
આ જાહેર થયેલ સ્કીમ છે આનો અર્થ યસ બેન્કના ખાતેદારોએ ગભરાવાની જરૂર નથી પરંતુ થોડી ધીરજ ધરવાની જરૂર છે કારણકે સરકારે પણ એમના નાણાની સલામતીની ખાતરી આપી છે.
હવે જોઈએ યસ બેન્કના શેર હોલ્ડરોએ આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?
ઉપર જણાવેલી સ્થિતિ જોતા ઘણાં એમ માનવા માંડ્યા છે કે યસ બેન્કના શેર ઘટાડે લઇ શકાય અને જો હાલ ઉચી કિંમતે લીધા હોય તો હવે નીચામાં લઇ સરાસરી કિંમત ઘટાડી શકાય. ઘણા નવા રોકાણકારો પણ આમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે ખાસ તો એમનું માનવું છે કે જો સ્ટેટ બેંક રૂ 10માં રોકાણ કરવાની હોય તો આપણે પણ એ ભાવે કે એની આજુબાજુના ભાવે લઇ શકાય.
આને બોટમ ફિશિંગ કહેવાય છે પરંતુ આવી હરકત એ કેચિંગ ફોલીંગ નાઈફ પણ થઇ શકે એટલેકે નુકશાની પણ થઇ શકે. તો શું કરવું જોઈએ?
સૌથી પહેલા તો આમાં કુદી પડવાને બદલે થોભો અને રાહ જુઓ હજી સ્ટેટ બેન્કે શેર લીધા નથી એનું હોલ્ડીંગ 49% કર્યું નથી તો એટલીસ્ટ ત્યાં સુધી તો રાહ જુઓ.
હવે આને વિગતે જોઈએ.
સ્ટેટ બેંક જે મૂડી યસ બેંકમાં લાવશે એ જરૂરી મૂડી આશરે 19000 કરોડથી ઓછી છે એટલેકે માત્ર 12000 કરોડ છે તો આ વધારાની મૂડી ક્યાંથી આવશે?
જવાબ છે એકવાર યસ બેન્કનો મેનેજમેન્ટ કંટ્રોલ સ્ટેટ બેંક પાસે આવી જાય એટલે પ્રજાને વિશ્વાસ આવશે ખાતાધારકો પણ એમના તમામ નાણા ઉપાડી નહિ લે જેથી ક્રાઈસીસ અંકુશમાં આવશે અને રોકાણકારો પણ યસ બેન્કના શેર લેવા આગળ આવશે અને એ સમયે સ્ટેટ બેંક થોડા નફાએ એના શેર વેચી વધુ મૂડી આકર્ષશે એટલેકે એનું હોલ્ડીંગ ઘટાડી એ 26% કરશે
અહી એક સમાચાર મુજબ HDFCના શ્રી દીપક પારેખે પણ યસ બેંકમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે અને અન્ય નાણા સંસ્થા કે બેંકો પણ આગળ આવશે.
ચલો માની લઈએ કે આમ થશે તો પણ આજની તારીખે યસ બેંકમાં નાના નાના રોકાણકારો એટલેકે રીટેલ રોકાણકારોનું હોલ્ડીંગ ડીસેમ્બર 2019 મુજબ 62.29% થઇ ગયું છે અને હજી વધી રહ્યું છે. આનો અર્થ એ થયો કે આ કંપનીમાં સટોડીયાઓ સક્રિય થશે ખાસ તો મેન્યુપ્લેટરો એથી એની વોલાટિલિટી વધશે અને એમાં નાના રોકાણકારોના ગળામાં ઉચા ભાવે શેરો ભરાઈ જવાની શક્યતાઓ વધશે અને એથી જ થોભો અને રાહ જુઓ એવી નીતિ અપનાવવી જોઈએ.
બીજો અગત્યનો મુદ્દો શું યસ બેંક હવે એક વર્ષમાં જ નફો કરતી થશે? અથવા શું સ્ટેટ બેન્કે આ બાર હજાર કરોડનું રોકાણ એની ઇન્સ્ટ્રીક વેલ્યુ ને આધારે કર્યું છે? તો જવાબ છે ના એણે હાલ યસ બેન્કને તારવા જોઈતી મૂડીનું રોકાણ કર્યું છે.
કોઈપણ કંપનીના શેરનો સાચો ભાવ એની ઇન્સ્ટ્રીક વેલ્યુ ને આધારે રહેતો હોય છે એ ભાવ કે આજે જો કોઈ એ કંપની ખરીદે તો એનો શું ભાવ આપે ? એની સાચી કિંમત જો બજારમાં એનો ભાવ એની ઇન્સ્ટ્રીક વેલ્યુ કરતાં ઓછો હોય તો એમાં ચોક્કસ રોકાણ કરી શકાય અને જો વધુ હોય તો કઈ ખાસ વળતર ન છૂટે.
તો આમ યસ બેન્કની ઇન્સ્ટ્રીક વેલ્યુ બે ક્વાટર ના પરિણામો જોયા બાદ જ મળી શકશે અને ત્યારબાદ એ યસ બેંક વિકાસના પંથે છે કે નહિ એની જાણ થશે.
આમ આ ઘડીએ આમાં ન પડાય અને જેમણે ટેકનીકલ ચાર્ટના આધારે લે વેચ કરવી છે એમણે પણ સાવચેત રહેવું જોઈએ કારણકે હવે રીટેલ રોકાણકારો 65 ટકા જેટલા થવાથી મેન્યુપ્લેટરો સક્રિય થશે અને એથી ચાર્ટ સાચો સંકેત નહિ આપી શકે.
ટુંકમાં યસ બેન્કના શેરથી દુર રહેવું જ યોગ્ય રહેશે. હા જેમની પાસે છે એમના માટે હવે આટલું નુકશાન કરી વેચી દેવા કરતા પકડી રાખી રાહ જોવી યોગ્ય હાલના ભાવ કરતા કૈક તો વધશે એની શક્યતા વધુ છે જ કારણકે હવે યસ બેન્કનું મેનેજમેન્ટ બદલાઈ જશે.
હા સ્ટેટ બેંક આ પૈસા ક્યાંથી લાવશે તો એનો જવાબ છે હાલમાં જ સ્ટેટની સબસીડીયરી સ્ટેટ બેંક કાર્ડ એન્ડ સર્વિસ નો પબ્લિક ઇસ્યુ ખુલ્યો છે અને એમાં આટલો નફો તો એને છે જ એમાં બેમત નથી એથી એણે ગાંઠના પૈસા પણ કાઢવાની જરૂર નથી. માટે સ્ટેટ બેન્કને પણ કઈ નુકશાન નથી ઉલટું હાલનો નફો વધુ નફાકારક રોકાણ તરફ જ વળી રહ્યું છે એથી એમાં રોકાણ કરવું વધારે જલ્દી વળતર આપશે.
એમ કહી શકાય આ તો એક વાત છે સ્ટેટ બેંકમાં રોકાણ કરવું કે નહિ એ તમારા નાણાકીય સલાહકારને પૂછીને જ કરવું આ મારી સલાહ છે.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું