ખુશખબર: YES BANK ના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા!

0
119
Photo Courtesy: businesstoday.in

આ મહિનાની શરૂઆતમાં YES BANK ના મેનેજમેન્ટને વિખેરી નખાયા બાદ તેના ગ્રાહકો તકલીફમાં મુકાઈ ગયા હતા, પરંતુ YES BANK દ્વારા જ તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતથી ગ્રાહકોને રાહત મળી શકે તેમ છે.

Photo Courtesy: businesstoday.in

મુંબઈ: તકલીફમાં મુકાઈ ગયેલી ખાનગી બેંક YES BANK ના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. બેંક બહુ જલ્દીથી પોતાનું કામકાજ ફરીથી શરુ કરવા જઈ રહી છે.

YES BANK ના ઓફિશિયલ Twitter હેન્ડલ પર થોડા જ સમય અગાઉ એક જાહેરાત કરવામાં આવી છે જે અનુસાર આવનારા બુધવારથી એટલેકે 18મી માર્ચથી બેંક પોતાનું કાર્ય ફરીથી શરુ કરવા જઈ રહી છે. આ Tweet અનુસાર બેંક પોતાની તમામ 1,132 શાખાઓમાં બુધવારે સાંજે 6 વાગ્યાથી પોતાનું કાર્ય શરુ કરશે.

આ જ દિવસથી YES BANK નું નેટ બેન્કિંગ તેમજ તેની એપ પણ ફરીથી શરુ થઇ જશે. જાણવા મળી રહ્યું છે કે ખાતેદારો પર મહિનામાં 50,000 રૂપિયા ઉપાડવાની લીમીટ પણ મોટેભાગે આ જ દિવસથી ઉઠાવી લેવામાં આવશે.

5મી માર્ચે રિઝર્વ બેંકે YES BANK ના મેનેજમેન્ટને ભંગ કરી દીધું હતું અને SBIને તેનું કામકાજ સોંપવાનો નિર્ણય કર્યો હતો. રિઝર્વ બેંકે YES BANKના ગ્રાહકો પર પણ અસંખ્ય મર્યાદાઓ મૂકી દીધી હતી. ત્યારબાદ શેરબજારમાં પણ YES BANK ના શેર્સ ઉંધે માથે પડ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here