એક દિવસનો કરફ્યુ અને થાળી-વેલણ થકી ઋણસ્વીકાર: રવિવારની સાંજથી સોમવારની બપોર સુધીમાં દિમાગમાં આવેલી 9 બાબતો.

1 કોરોનાની ગંભીરતા મોટા ભાગનાં સામાન્ય ભારતીયને પણ સમજાઈ છે. મને હતું કે, ધનવાન વર્ગ તથા હાયર મિડલ કલાસ થાળી-વેલણ નહીં વગાડે. પરંતુ મારી ધારણા ખોટી હતી. અંબાણી પરિવાર, બચ્ચન પરિવાર, કપિલ શર્મા, વરુણ ધવન, મિકા સિંહ સહિત અગણિત સેલિબ્રિટિઝ આ પહેલમાં જોડાઈ, પોશ વિસ્તારોનાં લોકો પણ જોડાયા.
2 એક દિવસનાં કરફ્યુથી કે ઘંટનાદથી કોરોના ભાગી જવાનો નથી, એ વાત પ્રજાને પણ ખ્યાલ છે. છતાં અર્ધોક ડઝન દોઢડાહ્યા લેખકોએ આવા ખુલાસાઓ કર્યાં. ચંદ્રકાન્ત બક્ષી ખરું કહેતા હતા કે, ગુજરાતીનાં વાંચકો તો ગુજરાતીનાં લેખકો કરતા વિસ વર્ષ આગળ છે.
3 બે-ચારને બાદ કરતાં બાકીનાં અનેક વિરોધ પક્ષનાં નેતાઓ પણ મોદીનાં પાંચ વાગ્યાનાં ઋણસ્વીકાર કાર્યક્રમમાં જોડાયા, તેમને ધન્યવાદ. આવા સમયે પણ રાજકારણ છોડી નહીં શક્યાં એવા રૂગ્ણ, બીમાર રાજકારણીઓને મનોમન ગાળો આપી ને માનવધર્મ બજાવીએ…
4 અમિતાભનો સૂર્ય મધ્યાહ્નને હતો ત્યારે કહેવાતું કે, બોલિવુડમાં એકથી દસ નંબર પર છે અને વિનોદ ખન્ના ઇત્યાદિનો ક્રમ અગિયારથી શરૂ થાય છે. મોદીનું પણ આવું જ છે, 11, 12, 13… વગેરે નંબર પર તમે અન્ય કેટલાક સક્ષમ, કાર્યદક્ષ નેતાઓને મૂકી શકો.
5 દેશનાં લગભગ તમામ પ્રદેશનાં લોકોને જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા હોય, ઘણીબધી અપેક્ષાઓ હોય અને જેની દાનત પર રતીભાર પણ શંકા ન હોય તેવો નેતા ભારતનાં સિંહાસન પર પ્રથમ વખત આવ્યો છે. શાસકનાં એક વેણ પર લોકો ઘરમાં પુરાઈ રહે, ઝાલર વગાડવા થનગને, એવું માત્ર અને માત્ર મોદીનાં કિસ્સામાં સંભવ છે.
6 આખો દેશ જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મથામણ કરી રહ્યો છે ત્યારે મુસ્લિમો કેમ જિદ લઈ ને બેઠા છે? મંદિરો ધડાધડ બંધ થઈ ગયા, જુમ્માની નમાજ અને મસ્જિદો કે દરગાહો શા માટે બંધ થતી નથી? બાય ધ વે, રવિવારે કેટલા મુસ્લિમ વિસ્તારોમાં થાળી-વેલણ વાગ્યા? ક્યાંય તાળીઓ પડી? ભાઈ, એ મોદીનો આભાર માનવાનો કાર્યક્રમ નહોતો પરંતુ ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, ડિફેન્સ, સફાઈ કર્મચારીઓ, મીડિયા, દૂધવાળા, સબ્જીવાળા વગેરેનો ઋણસ્વીકાર કરવાનો પ્રયાસ હતો.
7 મોદીએ કહ્યું એ તો નહીં જ કરવાનું, એવી જિદ જો મુસ્લિમો રાખતા હોય તો જાણી લેવું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ મોદીનો કોન્સેપ્ટ નથી, આખા જગતનાં વૈજ્ઞાનિકોનો, ડૉક્ટર્સનો આઈડિયા છે. “અલ્લાહ બચાવી લેશે!” એવું વિચારતા હોવ તો જાણી લો કે મક્કામાં ઉમરા કરી ને આવેલા અનેક લોકોને પણ કોરોના પીઝિટિવ આવ્યો છે. બીજું, આપણે વાઇરસને હરાવવાનો છે, ખુદ વાઇરસ ન બનીએ.
8 ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વ્હોટ્સએપ્પ તથા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમોમાં કેટલાંક ઝેરીલાં-ડંખિલા લોકોએ આવા સમયે પણ રાજનીતિ ન છોડી. એમને મોદી સામે વાંધો હોય તો આપણને વાંધો નથી. પણ, મોદીની એફિશિયન્સી, કાર્યક્ષમતા સામે વાંધો છે, ત્યાં આપણને વાંધો પડે છે. દેશ પર આવેલા સંકટ સામે એક શાસક નિષ્ઠાપૂર્વક ઝઝૂમતો હોય તો એ ગર્વ અને ગૌરવની બાબત છે, કેટલાંક લોકોને એ પણ રુચતું નથી.
9 જનતા કરફ્યૂનું પાલન તો લોકોએ પૂર્ણતઃ કર્યું. પણ, આજે લૉકડાઉન સમયે સ્થિતિ બહુ હરખાવા જેવી નથી. અનેક શહેરોમાં જોવા મળ્યું કે, લોકો મામુલી કારણોસર કે સાવ કારણ વગર સડક પર નીકળી પડ્યા છે. આવા લોકોએ સ્પેન, ઇટલીની કોરોનાકથા જાણી લેવી. અત્યારે ત્યાં કીડી-મંકોડાની જેમ માણસો મરી રહ્યાં છે. શું આપણે પણ આવી સ્થિતિ ઇચ્છીએ છીએ? તમારા એવા તો ક્યા કામ છે – જે કર્યાં વગર તમારી જિંદગી અટકી જવાની છે? શું એ કામ તમારી અને પરિવારની જિંદગી કરતા પણ વધુ કિંમતી છે?
eછાપું