VIDEO: છેવટે 101 દિવસ પછી શાહીન બાગ વિસ્તાર મુક્ત કરાવાયો

0
275
Photo Courtesy: twitter.com/anjanaomkashyap

દિલ્હી પોલીસના એક ખાસ ઓપરેશન અંતર્ગત દિલ્હીના શાહીન બાગ વિસ્તારને આજે વહેલી સવારે ગેરકાયદેસર ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોથી મુક્ત કરાવવામાં આવ્યો છે.

Photo Courtesy: twitter.com/anjanaomkashyap

નવી દિલ્હી: CAA અને કહેવાતા NRC કાયદા વિરુદ્ધ દિલ્હીના ભરચક એવા શાહીન બાગ વિસ્તારને છેલ્લા 101 દિવસથી પ્રદર્શન અથવાતો ધરણાના નામે બાનમાં લેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા ગઈ મોડી રાત્રીથી શરુ કરવામાં આવેલા અને આજે વહેલી સવાર સુધી ચાલેલા ઓપરેશનમાં આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

કોરોના વાયરસના પગલે દિલ્હીમાં સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે દિલ્હી પોલીસે ગત મોડી રાત્રીથી શરુ કરેલા ઓપરેશનમાં સંપૂર્ણ વિસ્તાર ખાલી કર્યો હતો. જાણવા મળ્યા અનુસાર દિલ્હી પોલીસની વિનંતીનો ઇનકાર કરી રહેલા કેટલાક દેખાવકારોની પણ આ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી.

લગભગ સાડા ત્રણ મહિના અગાઉ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં એક ચોક્કસ યોજના અનુસાર દેખાવકારોને શાહીન બાગ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર વિસ્તાર બાનમાં લઇ લેવામાં આવ્યો હતો. આ ધરણાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ઉપરાંત દિલ્હીવાસીઓ જેઓ પાસે આવેલા નોઇડામાં ધંધા રોજગાર માટે જતા હતા તેમને ત્રણ થી પાંચ કિલોમીટર ફરીને જવું પડતું હતું.

શાહીન બાગ વિસ્તારના કેટલાક નાગરિકોએ આ ધરણા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરી હતી. થોડા દિવસો અગાઉ સુપ્રિમ કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા ત્રણ વિષ્ટિકારોની નિમણુંક કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ એ સ્થળ છોડવાની પોતાની જીદ છોડી ન હતી.

પરંતુ સમય જતાં ધીમે ધીમે પ્રદર્શન કરી રહેલા લોકોનો રસ આ પ્રદર્શનમાંથી ઓછો થઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું હતું અને ઘણી ન્યૂઝ ચેનલોએ અહીના ટેન્ટ ખાલી પણ દેખાડ્યા હતા. અગાઉ એક માહિતી અનુસાર અહીં પ્રદર્શન કરનાર લોકોને દરરોજ પાંચસો રૂપિયા તેમજ બિરિયાનીનું મફત ભોજન પણ પૂરું પાડવામાં આવતું હતું.

છેવટે કોરોના વાયરસ સામે મક્કમ સંકલ્પનું પ્રદર્શન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યુની હાકલનું કમને પાલન કરતા ગત રવિવારે શાહીન બાગ ખાલી દેખાયો હતો. તેમ છતાં જનતા કરફ્યુની મુદત પત્યા બાદ કેટલાક પ્રદર્શનકારીઓ પરત થયા હતા જેમને આજના ઓપરેશનમાં દૂર કરવામાં આવ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here