21 દિવસના લોકડાઉનમાં માનસિક સંતુલન કેવી રીતે જાળવીશું

0
278
Photo Courtesy: prahlo.com

કોરોના વાયરસથી બચવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે એવા સમયમાં ઘણાને માનસિક તાણ અને તેને લગતી તકલીફો ઉભી થઇ શકે તેમ છે. આવું ન થાય તેના માટે કેટલીક ટિપ્સ.

Photo Courtesy: prahlo.com

આપણામાંથી ઘણા લોકો નિરાશ, દુઃખી, શાંત, તનાવગ્રસ્ત, ગૂંચવણમાં, કંટાળાનો અનુભવ કે પછી એકાંત ફિલ કરતા હશે, તો ઘણા તો આ બધું એક સાથે ફિલ કરતા હશે. આ પ્રકારની માનસિક પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા અમે મનોચિકિત્સકો એવી સલાહ આપીએ છીએ કે આપણે જ આપણી આસપાસ આપણા માટે, આપણા પરિવાર અને મિત્રો માટે એક ખુશહાલ વાતાવરણ ઉભું કરીએ.

આ માટે કેટલીક મહત્ત્વની ટિપ્સ છે જે આ મુજબ છે.

ટિપ – 1

  • રોજબરોજના કાર્યોને ચાલુ રાખો અથવા નવું કોઈ કાર્ય હાથમાં લઈએ.
  • સવારે જાગવાનું અને રાત્રે સુવાનો સમય નક્કી કરીએ અને તેને ફોલો કરીએ.
  • સારા સારા કપડાં પહેરીએ, કસરત કરીએ, સાંજે થોડું નહાઈ લઈએ, વાળ ઓળીયે, વાસણ ઘસીએ.
  • કૌટુંબિક ચર્ચા અને યોજનામાં બાળકોને પણ સામેલ કરીએ.

ટિપ – 2

  • મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહીએ.
  • પરિવારના સભ્યો, મિત્રો તેમજ સહકર્મચારીઓ સાથે વિડીયો ચેટ કરીએ.
  • તમને કેવી લાગણી થઇ રહી છે કે તમારા પરિવારના સભ્યોને કેવી લાગણી થઇ રહી છે તેની ખુલીને ચર્ચા કરો.
  • તમારા જે સહકર્મચારીઓ આ લોકડાઉનને કારણે તેમના કુટુંબથી દૂર થઇ ગયા છે અને એકલા રહે છે તેમની દરરોજ ખબર પૂછો.

ટિપ – 3

  • તમને મનગમતી પ્રવૃત્તિઓ કરો અને તેનો આનંદ માણો.
  • વાંચો, રસોઈ કરો, પઝલ રમો, કપડાં સાંધો કે પછી સ્વેટર ગુંથો.

ટિપ – 4

  • સારી સારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો
  • મેડિટેશન અને વેલ બીઈંગ એપ્સનો ઉપયોગ કરો.
  • કસરત કરો.
  • દરરોજ કોઈ ત્રણ વ્યક્તિનો કે પ્રવૃત્તિઓનો આભાર માનો અને તેની ડાયરીમાં કે નોટબુકમાં નોંધ કરો.

યાદ કરો એવી ઘણીબધી પ્રવૃત્તિઓ છે જે બંધ નથી કરવામાં આવી જેવીકે સંગીત, પરિવાર, વાંચન, ગાયન, હાસ્ય અને આશા.

આ બધું ચોક્કસ કરો અને આનંદમાં રહો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here