કોરોનાને કારણે આવેલી મંદીના વાતાવરણમાં શેરબજારમાં રોકાણ કરાય?

0
148
Photo Courtesy: fool.com

જ્યારથી કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારેથી દુનિયાના દરેક ક્ષેત્રો તકલીફ અનુભવી રહ્યા છે જેમાં શેરબજાર પણ સામેલ છે, તો શું આવા સમયમાં શેરબજારમાં રોકાણ કરવાથી કોઈ ફાયદો છે ખરો?

Photo Courtesy: fool.com

ટાટા કેમિકલ, ટાટા સ્ટીલ, ઇન્ડિયન હોટેલ્સ, મારુતિ સુઝુકી, ગોદરેજ આગ્રોવેટ, સન ફાર્મા, ટાટા મોટર્સ (DVR), બજાજ ઓટો, GMR ઇન્ફ્રાસ્ટ્રકચર, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, જસ્ટ ડાયલ, ચમ્બલ ફર્ટિલાઇઝર, JSW સ્ટીલ, MRF, એશિયન પેઈન્ટ્સ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, વૈભવ ગ્લોબલ, KRBL અને PVR.

આ કંપનીમાં એના પ્રમોટરોએ હાલમાં બજારમાં જે કડાકો બોલાયો એનો લાભ લઇ એમાં પોતાનું હોલ્ડીંગ વધાર્યું છે આનો અર્થ શો?

પ્રમોટરો જયારે કંપનીમાં પોતાનું હોલ્ડીંગ વધારે ત્યારે એનો અર્થ એ થયો કે આ પ્રમોટરોને એમની કંપનીના વિકાસમાં ભારે તક દેખાય છે અને એથી પોતાની કંપનીમાં પોતાની પકડ મજબુત કરી રહ્યા છે.

જ્યારે કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડીંગ 51% થી વધુ હોય ત્યારે એનો અર્થ એ કંપનીની સંપૂર્ણ માલિકી એમનો કંપનીના નિર્ણય એટલેકે ખરડાઓમાં એમની બહુમતી કોઈની દખલ નહિ અને જયારે કંપનીમાં એમની બહુમતી ના હોય ત્યારે કોઈપણ શેરહોલ્ડર એમાં દખલ કરી એમના પ્લાનને અટકાવી શકે.

જ્યારે કંપનીના પ્રમોટરો પોતાની જ કંપનીના શેર વેચવા માંડે ત્યારે એક શાણા રોકાણકારે એ સમજી લેવું કે કંપનીમાં કઈ લોચો છે અને કંપની ફડચામાં જઈ રહી છે.

તો શું જ્યારે કંપનીના પ્રમોટરો પોતાની જ કંપનીના શેર બજારમાંથી લેવા માંડે અને પોતાનું હોલ્ડીંગ વધારે ત્યારે એ કંપનીના શેર લેવા જેવા?

જવાબ છે હા અને ના.

હા એટલા માટે કે પ્રમોટરોને પોતાની કંપનીના વિકાસ પર પૂરો વિશ્વાસ, એથી આવા સમયે એ કંપનીના શેરના રોકાણમાં જોખમ ઓછું અને સલામતી વધુ અને ડીવીડંડની આવકમાં પણ સલામતી. પરંતુ ના એટલા માટે કે આવા મંદીના સમયમાં એનાથી વધુ સારી સારી કંપનીના ભાવ પણ 30%થી 50% ઘટી જતા હોય છે અને એ એ કંપની કરતા વધુ ઝડપે વિકાસ પામતી હોય છે એથી એમાં રોકાણ પહેલા કરાય.

દાખલા તરીકે ટાટા સ્ટીલ એ કોમોડીટી કંપની છે એથી એમાં તેજી મંદી સ્ટીલના ભાવમાં વધારો કે ઘટાડો એના પર અવલંબે છે. જ્યારે ઇન્ડિયન હોટેલ્સમાં પર્યટનના વિકાસમાં એનો વિકાસ પણ વધુ ઝડપી અને ટાટા કેમિકલ એમાં ઉદ્યોગોના વિકાસ અને સરકારની મેઇક ઇન ઈન્ડયા પોલીસીને લીધે એમાં વિકાસની તક. વધુ નવો સ્ટીલ પ્લાન્ટ નાખતા કેમિકલ પ્લાન્ટ નાખવામાં ઓછો સમય લાગે આમ એથી કહી શકાય કે ટાટા સ્ટીલ કરતા ઇન્ડિયન હોટેલ્સ અથવા ટાટા કેમિકલના શેરના ભાવમાં ઝડપી વધારાની શક્યતા વધુ બોનસ શેરની શક્યતા વધુ વહેલી અને નફો પણ વધારે એથી ડીવીડન્ડમાં વધારો થવાની શક્યતા.

પણ વધુ જ્યારે ટાટા સ્ટીલ માત્ર ડીવીડન્ડ જ આપતી રહે એમ શક્યતા વધુ ટુંકમાં કઈ કંપનીમાં ભાવી વિકાસની શક્યતા છે એ પણ જોવું જોઈએ પ્રમોટરોનું હોલ્ડીંગ વધે એ તો માત્ર સલામતી વધે છે એ જ દર્શાવે છે.

પ્રમોટરોનું હોલ્ડીંગ વધે પરંતુ જો પ્રમોટરો વ્યવસાયિક ન હોય તો એમાં માત્ર ટુંકા ગાળાની જ સલામતી રહે એમાં જો સક્સેશન પ્લાનિંગ ના હોય તો પ્રમોટરોની ઉંમર પણ જોવી જોઈએ એના પછી કોણ ? આ પ્રશ્નનો જવાબ પણ જાણવો જોઈએ.

આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી કંપનીની હાલત જોઈ જ છે. પહેલા એમના બે દીકરા મુકેશ અને અનીલ વચ્ચે કંપનીની માલિકી એટલે કે કંટ્રોલ બાબત ઝગડા થયા, મામલો કોર્ટે ચઢ્યો અને કંપનીનું વિભાજન થયું અને અનીલ અંબાણીના ભાગે જે કંપનીઓ આવી એ કંપનીઓનું ભાવી ઉત્તમ હતું છતાં એ ફડચામાં ગઈ. જ્યારે મુકેશને મળેલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નું માર્કેટ કેપિટલાઈઝેશન આજે બમણું થઇ ગયું.

આમ કંપનીના પ્રમોટરોની લાયકાત એમનો હિસ્સો વધારવાની કવાયત કરતા વધુ મહત્વનું છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

શેરમાં લાંબાગાળાના રોકાણ તથા સક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો  અથવા તમારો ઈમેલ અને મોબાઈલ નંબર 9821728704  પર વોટ્સઅપ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here