મોદી: રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનીટ જનતાની મહાશક્તિનું દર્શન કરાવો

0
70
Photo Courtesy: YouTube

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નવ વાગ્યે લગભગ અગિયાર મિનીટનો એક વિડીયો સંદેશ પ્રસારિત કર્યો હતો જેમાં તેમણે આ રવિવારે લોકડાઉનમાં રહેલી જનતાને એકબીજાને અનોખી રીતે મનોબળ પૂરું પાડવાની અપીલ કરી હતી.

Photo Courtesy: YouTube

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના વિડીયો સંદેશના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ.

 • વડાપ્રધાન મોદીએ લોકડાઉન દરમ્યાન જનતાના અનુશાસન તેમજ સેવાભાવના વખાણ કર્યા
 • તેમણે કહ્યું કે આ લોકડાઉનને સફળ બનાવવા માટે શાસન, પ્રશાસન અને જનતાએ ભરપૂર પ્રયાસ કર્યા
 • 22મી એ જે રીતે પાંચ મિનીટ થાળી, તાળી અને શંખ વગાડીને કોરોના યોદ્ધાઓને ધન્યવાદ આપ્યા તે એક દ્રષ્ટાંત બન્યું અને અસંખ્ય દેશો તેને અપનાવી રહ્યા છે
 • આ સમયે એવું દેખાયું કે દેશ એક થઈને કોરોના વિરુદ્ધ લડાઈ લડી શકે છે
 • આ લડાઈ એકલા કેમ લડાય એવું ઘણા વિચારતા હશે અને એવો પ્રશ્ન પણ લોકોને થતો હશે કે હજી કેટલા દિવસ આવા કાઢવાના છે
 • આપણે ભલે પોતપોતાના ઘરમાં છીએ પરંતુ કોઈ એકલું નથી
 • 130 કરોડની સામુહિક શક્તિ દરેકની સાથે છે અને તેની વિરાટતા, ભવ્યતાનો અનુભવ કરવાની જરૂર છે
 • જ્યારે દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો હોય ત્યારે જનતાની મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવો જોઈએ જે આપણને મનોબળ આપે છે લક્ષ્ય આપે છે અને તેને પ્રાપ્તિ માટે ઉર્જા પણ આપે છે
 • કોરોના મહામારીના અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ જવું જોઈએ
 • જેઓ સહુથી તકલીફમાં છે, આપણા ગરીબ ભાઈઓ તેમને સતત આશા આપવી જોઈએ
 • આ રવિવારે આપણે કોરોનાને પડકાર આપી તેને પ્રકાશની શક્તિ બતાવવી છે આપણે 130 કરોડની મહાશક્તિનો મહાસંકલ્પ દેખાડીને તેને નવી ઉંચાઈએ લઇ જવાનો છે
 • આ રવિવારે રાત્રે 9 વાગ્યે હું તમારી 9 મિનીટ ઈચ્છું છું. તે રાત્રે 9 વાગ્યે ઘરની બધીજ લાઈટ બંધ કરી ઘરની ગેલેરીમાં, બારીમાં કે આંગણામાં મીણબતી, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખો
 • આ સમયે જો ઘરની બધીજ લાઈટ બંધ હશે અને એક એક વ્યક્તિ દીવો સળગાવશે તો પ્રકાશની મહાશક્તિનો અનુભવ થશે
 • આ સમયે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકલા નથી, 130 કરોડ દેશવાસી એક સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે
 • એક બીજી પ્રાર્થના પણ છે, આ સમયે કોઈએ પણ એકઠું થવાનું નથી, રસ્તા, મોહલ્લામાં નથી જવાનું આપણા ઘરના બારણે કે ગેલેરીમાં જ રહેવાનું છે. સમાજીક અંતરની (social distancing) રેખાને લાંઘવાનું નથી કારણકે કોરોનાની ચેન તોડવાનો આ એક જ રામબાણ ઈલાજ છે
 • થોડો સમય એકલા બેસીને મા ભારતીની પ્રાર્થના કરીએ, અને આપણી મહાશક્તિનો અનુભવ કરીએ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here