VIDEO: વૈશ્વિક સમુદાય સમક્ષ ઇમરાન ખાને નવી ભીખ માંગી

1
278
Photo Courtesy: twitter.com/ImranKhanPTI

આર્થિકરીતે પડી ભાંગેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગઈકાલે એક વિડીયો મેસેજ દ્વારા વૈશ્વિક સમુદાય સામે પોતાની ફાટેલી જોળી ફેલાવી દીધી છે.

Photo Courtesy: twitter.com/ImranKhanPTI

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વૈશ્વિક સમુદાય સમક્ષ ગઈકાલે એક નવા પ્રકારની ભીખ માંગી હતી. આમ તો નાણાકીય દ્રષ્ટિએ લગભગ કંગાળ થઇ ગયેલા પાકિસ્તાને દર વખતે ભીખ માંગીને જ દેશ ચલાવવો પડે છે પરંતુ આ વખતે ભીખ માંગવાનું બહાનું કોરોના વાયરસ છે.

લગભગ અઢી મિનીટના વિડીયો સંદેશમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કોરોના વાયરસથી વિકસિત અને વિકાસશીલ એમ બંને પ્રકારના દેશો ત્રાહિમામ છે એવા સમયમાં વિકાસશીલ દેશોનું વિકસિત દેશો ધ્યાન રાખે એમ કહેતા જોવા મળે છે.

ઇમરાન ખાનના જણાવ્યા અનુસાર અમેરિકા કે જાપાન જેવા દેશો પોતાના અર્થતંત્રને કોરોના મહામારીમાંથી બેઠું કરવા જે રીતે અબજો ડોલર્સના પેકેજની ઘોષણા કરી શકે છે તેવી રીતે પાકિસ્તાન કરી શકતું નથી. કારણકે પાકિસ્તાન કોરોનાને કારણે એક તરફ પહેલેથીજ ધ્વસ્ત થઇ ગયેલી મેડિકલ વ્યવસ્થા સામે પણ લડી રહ્યું છે.

ઇમરાન ખાનને ચિંતા એ વાતની પણ છે કે કોરોનાને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા જે પહેલેથીજ ભાંગી પડી છે તેને જો વધુ અસર થશે તો દેશમાં ભૂખમરો ફેલાઈ જશે. આ માટે પાકિસ્તાનના વડાપ્રધાને પોતાના વિડીયો મેસેજમાં વૈશ્વિક સમુદાય સામે મદદની રીતસર ભીખ માંગવી પડી છે.

પરંતુ, છેલ્લા છ વર્ષમાં પાકિસ્તાનની જે છબી વિશ્વ સમક્ષ ઉભી થઇ છે એ એવી છે કે પાકિસ્તાન પોતાને મળતી આર્થિક મદદનો મોટો હિસ્સો આતંકવાદ ફેલાવવામાં અને આતંકવાદીઓને મદદ કરવામાં વાપરી નાખે છે. આવા સંજોગોમાં વિશ્વ સમુદાય પાકિસ્તાનને કોરોનાને નામે મદદ કરે તો શું તે કોરોના પીડિતો અથવાતો તેના રક્ષણ માટે જ વપરાશે તેની કોઈજ ગેરંટી નથી.

આ ઉપરાંત પાકિસ્તાની વડાપ્રધાન જે ભૂખમરાનો હવાલો આપે છે તેમાં તેમણે અહીંના લઘુમતિ સમુદાયનો સમાવેશ કર્યો છે કે નહીં તેની કોઈજ સ્પષ્ટતા નથી કરી. છેલ્લા ઘણા દિવસોથી અમુક અખબારી અહેવાલો અનુસાર અહીંની લઘુમતિઓ એટલેકે હિંદુઓ અને ક્રિશ્ચનોને રેશનકાર્ડ પર અનાજ આપવામાં નથી આવતું અને અનાજના બદલામાં તેમના પર ધર્માંતરણ કરવાની ફરજ પાડવામાં આવે છે.

eછાપું

1 COMMENT

  1. Tell him to meet those speakers and people from Pakistan who comment on social media saying that Pakistan is the greatest country. They would be having all the solution and the support which they can give to remaining world to overcome this situation 😛

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here