વિનંતી – અમને પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપો: UAE

0
63
Photo Courtesy: businessinsider.com

અમેરિકા બાદ હવે ભારતના અન્ય મિત્રદેશ કોરોના માટે અસરકારક સાબિત થયેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન પોતાને મોકલવા માટે ભારત સરકારને વિનંતી કરી છે.

Photo Courtesy: businessinsider.com

અબુધાબી: અમેરિકા બાદ હવે UAEએ પણ કોરોનાના ઈલાજ માટે અસરકારક સાબિત થનાર હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો આપવાની વિનંતી કરી છે. જાણવા મળ્યા અનુસાર ભારત સરકારે આ અંગે હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો છે.

હાઈડ્રોક્સીક્લોરોક્વીન આમ તો મેલેરીયા સામે લડવામાં અસરકારક સાબિત થઇ છે પરંતુ હવે તેનાથી કોરોના સામે લડતા દર્દીને પણ મદદ થતી હોવાનું સામે આવ્યું છે. UAEમાં ભારતના રાજદૂત પવન કપૂરે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે UAEની કેટલીક ફાર્મા કંપનીઓએ ભારત પાસે આ દવાની માંગણી કરી છે.

આ કંપનીઓએ અબુધાબીમાં ભારતીય દૂતાવાસને આ વિનંતી કરી હતી જેને દિલ્હી મોકલી આપવામાં આવી છે. કપૂરના જણાવ્યા અનુસાર ભારત સરકાર આ વિનંતી પર બહુ જલ્દીથી નિર્ણય આપશે. જ્યારે ભારતમાં કોરોનાનો પ્રવેશ પણ નહોતો થયો ત્યારે ભારત સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ત્યારબાદ ભારતીય નાગરીકોને પૂરતા પ્રમાણમાં તેનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કર્યા બાદ ભારતે અમેરિકાને આ દવાનો પહેલો જથ્થો નિર્યાત કર્યો હતો. ત્યારબાદ ભારતના મિત્ર દેશ ઇઝરાયેલને પણ આ દવા મોકલી હતી. બંને દેશોએ ભારતનો આ માટે આભાર પણ માન્યો હતો.

ભારતે અમેરિકા અને ઇઝરાયેલ ઉપરાંત શ્રીલંકા, નેપાળ, મોરેશિયસ અને જર્મની સહીત કુલ 13 દેશોને હાઈડ્રોક્સીક્લોરોક્વીન મોકલી આપી છે. UAE સાથે ભારતના અત્યંત મિત્રતાપૂર્ણ સંબંધ હોવાને કારણે તેને પણ ભારત સરકાર આ દવા નિર્યાત કરવાનો નિર્ણય લે તેવી ભરપૂર સંભાવનાઓ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here