આનંદો: WhatsApp પર હવે વધુ લોકોને વિડીયો કોલમાં જોડી શકાશે

0
209
Photo Courtesy: dnaindia.com

અસંખ્ય લોકોને વિડીયો કોલિંગ માટે જોડી શકતી Zoom એપ સુરક્ષિત ન હોવાનું સરકારે કહ્યા બાદ નિરાશ થયેલા યુઝર્સ માટે હવે WhatsApp દ્વારા એક આનંદના અને મોટા સમાચાર આવી રહ્યા છે.

Photo Courtesy: dnaindia.com

અમદાવાદ: વિશ્વનું અતિશય લોકપ્રિય અને સહુથી વધુ યુઝર્સ ધરાવતું મેસેન્જર WhatsAppમાં હવે વિડીયો કોલિંગનું ફીચર અપગ્રેડ થવા જઈ રહ્યું છે. અત્યારસુધી એક WhatsApp યુઝર તેના ઉપરાંત બીજા 4 લોકોને ગ્રુપ વિડીયો ચેટ માટે આમંત્રણ મોકલી શકતો હતો પરંતુ હવે આ સંખ્યા વધવા જઈ રહી છે.

લોકડાઉન દરમ્યાન લોકો ઘેરે બેઠાબેઠા વિડીયો ચેટ દ્વારા પોતપોતાના સગાંઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેતા હોય છે આવામાં માત્ર ચાર લોકોની વચ્ચેની વિડીયો ચેટથી ઘણા યુઝર્સને તકલીફ પડી રહી હતી. આ ઉપરાંત ભારત સરકારે પણ એક અન્ય એપ Zoom જેમાં અનેક લોકોને વિડીયો ચેટ દ્વારા જોડી શકાતા હતા તે સુરક્ષિત ન હોવાનું કહેતા લોકો ફરીથી WhatsApp તરફ વળ્યા હતા.

હવે જાણવા મળ્યું છે કે WhatsApp બહુ જલ્દીથી વિડીયો કોલિંગના પોતાના ફીચરને અપગ્રેડ કરશે અને હવે  8 યુઝર્સ એકસાથે વિડીયો ચેટ કરી શકશે. હાલમાં WhatsAppના Beta યુઝર્સ આ  નવા ફીચરનો પ્રયોગ કરી રહ્યા છે અને બહુ જલ્દીથી સામાન્ય યુઝર્સ માટે પણ આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

WhatsAppના આ નવા ફીચર અંગે એક ખાસ બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે 8 યુઝર્સ સાથે વિડીયો કોલ પર ચેટ કરવા માટે દરેક યુઝર્સ દ્વારા અપડેટેડ એપનો ઉપયોગ કરવો જરૂરી છે. આથી જો એક પણ યુઝર પાસે ઉપરોક્ત ફીચર અપગ્રેડ થયા બાદ પોતાની એપ અપડેટ કરવામાં નહીં આવી હોય તો તે યુઝર વિડીયો કોલમાં જોડાઈ શકશે નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here