અલકમલકની વાતોઃ શું છ શબ્દોની વાર્તા હોઈ શકે?

0
466

અર્નેસ્ટ મિલર હેમિંગ્વે એક અમેરિકન પત્રકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક હતા. તેમની આઇસબર્ગ થિયરી એ અમેરિકન સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત હતી અને તેમણે 20 મી સદીના સાહિત્ય પર મજબૂત પ્રભાવ પાડ્યો હતો. હેમિંગ્વેએ 1920 ના દાયકાના મધ્યભાગથી શરૂ કરીને 1950 ના દાયકાના મધ્યભાગ સુધી પોતાનું મોટાભાગનું સાહિત્યનું કામ કર્યું અને 1954 માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો. સાત નવલકથાઓ, છ ટૂંકી વાર્તા સંગ્રહ અને બે નોનફિક્શન કૃતિ પ્રકાશિત કરી જેમાંથી ત્રણ નવલકથાઓ, ચાર ટૂંકી વાર્તા સંગ્રહ અને ત્રણ નોનફિક્શન કૃતિ મરણોત્તર પ્રકાશિત થઈ હતી. તેમની ઘણી કૃતિઓને અમેરિકન સાહિત્યની ‘ક્લાસિક’ માનવામાં આવે છે.

હેમિંગ્વેની ‘આઇસબર્ગ થિયરી’ (Iceberg theory) ની વાત કરીએ તો તે તેમની એક લેખન શૈલી હતી. એક યુવાન પત્રકાર તરીકે, હેમિંગ્વેએ ખૂબ ઓછા સંદર્ભ અથવા અર્થઘટન સાથે, તાત્કાલિક ઘટનાઓ પર તેના અખબારના અહેવાલો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. જ્યારે તે ટૂંકી વાર્તાઓના લેખક બન્યા, ત્યારે તેમણે અંતર્ગત વિષયોની સ્પષ્ટ ચર્ચા કર્યા વિના ઉપલી સપાટીના તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ સરળ શૈલી જાળવી રાખી. હેમિંગ્વેનું માનવું હતું કે વાર્તાનો અર્થ ઉપરથી સ્પષ્ટ હોવો જોઈએ નહીં, પરંતુ તે ગર્ભિત રીતે બહાર આવવો જોઈએ.

16 મે, 1910 ના, સ્પોકન પ્રેસની આવૃત્તિમાં “Tragedy of Baby’s Death is Revealed in Sale of Clothes” શીર્ષક વાળો એક લેખ છપાયેલો હતો. વાત એમ હતી કે કોઈ સ્ત્રીના સંતાનનું જન્મ પહેલાં જ તેણીના ગર્ભમાં જ અવસાન થયું. તેણે પોતાના પતિ સાથે મળીને ઘણી તૈયારીઓ કરી રાખેલી – જેમ કે સંતાનના કપડાં, જૂતાં અને રમકડાં લઈ રાખેલા. પણ આ ટ્રેજેડીને કારણે આ બધું જ વાપર્યા વગર વેચવું પડેલું. હેમિંગ્વેએ આ લેખ વાંચ્યો અને એક જ લીટીમાં આખી વાર્તા લખી દીધી – For sale: baby shoes, never worn.

***

વૈશ્વિક સાહિત્યમાં કેટલાક એવા પ્રકાર છે જેમાં ‘થોડામાં ઘણું’ કહેવાઈ જતું હોય છે. જેમ કે ટ્વિટરેચર (twitterature) એટલે કે 280 અક્ષરોની વાર્તા, મિનીસાગા, માઈક્રોફિક્શન, સડન ફિક્શન (sudden fiction), માઈક્રોસ્ટોરી, ફ્લેશ ફિક્શન (flash fiction) વગેરે વગેરે. આ દરેકમાં ‘ફ્લેશ ફિક્શન’ કોઈ મોટી વાર્તા સૂચિત કરવાની ક્ષમતામાં સૌથી વધુ પ્રભાવશાળી છે અને તેનો એક પ્રકાર છે ‘છ શબ્દની વાર્તા’ (six-word story).

ફ્લેશ ફિક્શનના મૂળ પ્રાગૈતિહાસિક કાળ સુધી ફેલાયેલા છે, જેમાં દંતકથાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પશ્ચિમમાં ઈસપની કથાઓ, ભારતમાં પંચતંત્રની કથાઓ અને જાતક કથાઓ, અને જાપાનમાં મીચિઓ સુઝુકી વાર્તાઓ ફ્લેશ ફિક્શનના ઉદાહરણ છે. બીજા ઉદાહરણોમાં નાસરેદ્દીન અને ઝેન કોન્સ જેવા ગેટલેસ ગેટની વાર્તાઓ શામેલ છે. 1920 ના દાયકામાં ફ્લેશ ફિક્શનને “ટૂંકી ટૂંકી વાર્તા” તરીકે ઓળખવામાં આવી હતી અને તે કોસ્મોપોલિટન મેગેઝિન સાથે સંકળાયેલ હતી. 1930 ના દાયકામાં, ધ અમેરિકન શોર્ટ શોર્ટ સ્ટોરી જેવા કાવ્યસંગ્રહોમાં પણ સંગ્રહિત થઈ છે.

આવી જ છ શબ્દની વાર્તાઓની એક વેબસાઈટ પીટ બર્ગ નામના એક અમેરિકન ટી.વી. નિર્માતા, ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર અને વેબ ડેવલપરે શરૂ કરી. આ વેબસાઈટની લિંક છેઃ http://www.sixwordstories.net/

આ વેબસાઈટ શરૂ કરવા પાછળ અર્નેસ્ટ હેમિંગ્વેની પ્રખ્યાત ચેલેન્જ અને સૌ પ્રથમ છ શબ્દની વાર્તા પ્રેરણા તરીકે રહ્યા છે એવું પીટ બર્ગનું કહેવું છે. હેમિંગ્વેની તે પ્રખ્યાત છ શબ્દની વાર્તા હતીઃ For sale: baby shoes, never worn.

આ વેબસાઈટ પર જુદા જુદા પ્રકાર અને શૈલીઓ આવરી લેવાઈ છે. જેમ કે ક્રાઈમ, મૃત્યુ, નિષ્ફળતા, ખુશી, હાર્ટબ્રેક, પ્રેરણા, નુકસાન, પ્રેમ, સંસ્મરણ, ભૂલ, હત્યા, ઉદાસી, ડર, ગુપ્તતા, સેક્સ, આશ્ચર્ય, આઘાત, વર્ડ પ્લે, ડાર્ક હ્યુમર, પોપ કલ્ચર, વિજ્ઞાન, વિજય વગેરે વગેરે. સન 2008માં શરૂ થયેલી આ વેબસાઈટ પર પ્રસિદ્ધ લેખકોની તેમ જ વાચકોની પોતે લખેલી વાર્તાઓ પબ્લિશ થતી. આજે લગભગ 500 થી પણ વધુ વાર્તાઓ આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

કેટલીક વાર્તાઓ અહીં મૂકું છું. ધ્યાનથી વાંચજો – દરેક લીટીમાં છ જ શબ્દો છે પરંતુ એક આખી વાર્તા છૂપાયેલી છે.

Surgeon saves patient. Patient thanks God.

The smallest coffins are the heaviest.

Painfully, he changed “is” to “was.”

Strangers. Friends. Best friends. Lovers. Strangers.

Born a twin; Graduated only child.

We’re lying in bed. She’s lying.

“Wrong number,” says a familiar voice.

“You’re not a good artist, Adolf.”

“Male?” “It’s an older driver’s license.”

Checking into a hotel to checkout.

Photographer’s last photo remembered: Bull headshot.

Penniless weirdo. Struck lottery. Overnight genius.

Great surgeon. Needlestick injury. HIV positive.

She was lovely. Then things changed.

Inside cupboard, naked goosebumps — husband home.

“Pig!”. Gets pulled over. “Greetings, Officer.”

Married. Till fatness do us part.

Cancer. Only three months left. Pregnant.

Failed class. Attempted suicide. Failed again.

Pregnancy test? Positive. Marriage proposal? Negative.

Smoking my very last cigarette. Again.

“I love you too,” she lied.

One bullet. Ten enemies. Kills himself.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here