ખુલાસો: અર્નબના હુમલાખોરોનું વ્યવસ્થિત ષડ્યંત્ર બહાર આવ્યું

0
313
Photo Courtesy: opindia.com

બુધવારે મોડી રાત્રે લોકપ્રિય પત્રકાર અર્નબ ગોસ્વામી પર મુંબઈ કોંગ્રેસના કથિત બે કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હવે આ હુમલા પાછળનું એક વ્યવસ્થિત ષડ્યંત્ર પણ બહાર આવ્યું છે.

Photo Courtesy: opindia.com

 

મુંબઈ: Republic Networkના માલિક અને લોકપ્રિય પત્રકાર અર્નબ ગોસ્વામી પર બુધવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા સમયે અર્નબ ગોસ્વામીના પત્ની પણ તેમની સાથે હતા.

અર્નબ ગોસ્વામી પર હુમલો કરનારા બંને હુમલાખોરો સિક્યોરીટી ગાર્ડ્સ દ્વારા તુરંત પકડી લેવામાં આવ્યા હતા તે સમયે તેઓ બંનેએ યુથ કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું. આ બંનેની પૂછપરછ બાદ એક ગંભીર ષડ્યંત્ર બહાર આવ્યું છે જે આ હુમલો વ્યવસ્થિતપણે ઘડવામાં આવેલું કાવતરું હોવાનો ખ્યાલ આવે છે.

બંને હુમલાખોરોએ અર્નબ ગોસ્વામી પર હુમલો કરવા માટે લોકડાઉન પાસ મેળવ્યા હતા. આ બંને હુમલાખોરોએ લોકડાઉન દરમ્યાન પોતે રાત્રે ગરીબોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવા જશે એ કારણ આપીને મુંબઈ પોલીસ પાસેથી લોકડાઉન પાસ મેળવ્યા હતા.

પરંતુ તેમની યોજના અર્નબ ગોસ્વામી મોડી રાત્રે સ્ટુડિયોથી ઘેર આવે ત્યારે તેમના પર હુમલો કરવાની જ હતી. આમ આ રીતે તેમણે પોતાને મળેલા લોકડાઉન પાસનો દુરુપયોગ કર્યો હતો એ સ્પષ્ટ થાય છે.

અર્નબ ગોસ્વામી આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પોલીસે પોતાની ફરિયાદમાં બંને હુમલાખોરો કોંગ્રેસ પક્ષના કાર્યકરો છે એ હકીકત નોંધી ન હતી. અર્નબ દ્વારા આ બાબતો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે જવાબમાં એમ કહ્યું છે કે હજી સુધી આ બંને કોંગ્રેસના કાર્યકરો છે તે પ્રસ્થાપિત થઇ શક્યું નથી.

ગત અઠવાડિયે મહારાષ્ટ્રના પાલઘરમાં બે હિંદુ સાધુઓ પર ટોળાએ હુમલો કર્યો હતો અને તેમનું લીન્ચિંગ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જેનું શાસન છે તે મહા વિકાસ આઘાડીના એક ભાગ એવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી આ અંગે કેમ ચૂપ છે તેવા સવાલ સતત બે દિવસ ઉઠાવ્યા બાદ અર્નબ ગોસ્વામીની કાર પર બે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here