શેરબજારની મંદીમાં ગભરાટમાં સારી સારી કંપનીના શેર વેચવાથી શું થાય?

0
335

શું મંદીમાં શેર્સ વેંચી દેવાય? શું મંદી કાયમ ચાલુ જ રહેવાની છે? આ પ્રકારની મંદીમાં ભૂતકાળમાં મોટી અને સારી કંપનીઓના શેર્સની શું હાલત થઇ હતી અને અત્યારે તેમની શું પરિસ્થિતિ છે તે જાણીએ.

આજકાલ માર્કેટમાં મંદીનો સમય ચાલી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે તેજી અને મંદી તો શેરબજારનો ભાગ છે તેમ છતાં આપણે મંદીના સમયમાં ગભરાઈ જઈને સારા સારા શેર્સ વેચી નાખતા હોઈએ છીએ.

થોડાં ઉદાહરણો જોઈએ.

કંપનીનું નામ 2008માં મંદી પહેલા ભાવ મંદી પછીનો ભાવ નીચે%માં
બજાજ ફાયનાન્સ    42 5 -88%
મારુતિ સુઝુકી 1096 491 -55%
આઈશર મોટર્સ 480 187 -61%
એશિયન પેઈન્ટ્સ 120 73 -39%

ટૂંકમાં તમે જોશો કે 2008ની મંદીમાં ભાવ 40%થી 88% સુધી નીચે ગયા હતા હવે હાલની મંદીમાં આજ કંપનીના ભાવમાં ઘટાડો જોઈએ અને જો આ કંપનીઓના શેર ના વેચ્યા હોત અને ધીરજથી પકડી રાખ્યા હોય તો આજે શું સ્થિતિ હોય?

કંપનીનું નામ 30/01/2020 30/03/2020 12 વર્ષનું વળતર
બજાજ ફાયનાન્સ  4,364 2,240 448 ગણું
મારુતિ સુઝુકી 7,020 4,360 9 ગણું
આઈશર મોટર્સ 20,340 13,384 72 ગણું
એશિયન પેઈન્ટ્સ 1,805 1,595 22 ગણું

તમે જોશો કે આજે મંદી શરુ થઇ ત્યારથી આ કંપનીઓના ભાવમાં પહેલા જેટલો જ ઘટાડો ટકાવારીમાં થયો છે છતાં 2008ની મંદી પછીનો વધારો જુઓ અને અંતે લાંબાગાળે 12 વર્ષના અંતે કેટલું વળતર આ કંપનીઓએ આપ્યું એ જુઓ.

આનો અર્થ સારી સારી કંપનીઓને પણ મંદીની અસર થાય છે એમના ભાવમાં પણ ઘટાડો થાય છે. જોરદાર ઘટાડો કહો તો એ પરંતુ એથી ગભરાટમાં આવી કંપનીના શેર વેચી ન દેતાં પકડી રાખવાથી તેજી તમને ખુબ સારું વળતર આપે છે.

આમ શેરમાં રોકાણ લાંબાગાળે વધુ વળતર આપે જ છે હા કંપની સારી હોવી જોઈએ કારણકે સ્વાભાવિક છે કે ધંધાને વિકાસ પામતા સમય લાગે છે રાતોરાત પૈસાદાર નથી થઇ જવાતું. તમારી પ્રોડક્ટ મજબુત હોય મેનેજેમેન્ટ તંદુરસ્ત હોય અને વિકાસની ઉજળી તકો હોય ત્યારે આવું તગડું વળતર શક્ય બને જ છે. આંબાવાડીમાં ફળો આવતા પણ પાંચ વર્ષનો સમય લાગે છે ત્યારબાદ બેઠાં બેઠાં ઓછી મહેનતે ફળો મળવા માંડે છે બસ એજ રીતે ધીરજના ફળ મીઠાં એમ શેરનું સમજવું.

શેરમાં લાંબાગાળાના રોકાણ માટે તથા સક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here