અંધેર નગરી: ફરીયાદી અર્નબની પૂછપરછ; હુમલાખોરો મુક્ત કરાયા

0
108
Photo Courtesy: Scroll.in

રિપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામી અને તેમના પત્ની પર હુમલો કરનારાઓ ગઈકાલે જામીન પર મુક્ત થયા હતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ કરનારા અર્નબની ગુનેગાર હોય એ રીતે પૂછપરછ કરવામાં આવી હતી.

Photo Courtesy: Scroll.in

મુંબઈ: પત્રકાર અને રિપબ્લિક ટીવીના માલિક અર્નબ ગોસ્વામીની તેઓ ગુનેગાર હોય એ રીતે ગઈકાલે મુંબઈ પોલીસે 12 કલાક સુધી પૂછપરછ કરી હતી, જ્યારે બીજી તરફ અર્નબ ગોસ્વામી પર હુમલો કરનારાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

રિપબ્લિક નેટવર્ક દ્વારા આ મામલે એક Tweet દ્વારા વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રિપબ્લિકનું કહેવું છે કે તેમના દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હોવા છતાં અર્નબ ગોસ્વામી તેમજ તેમના પત્ની પર હુમલો કરનારા બે શખ્શોને 15,000 રૂપિયાની જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

અર્નબ ગોસ્વામીએ પાલઘર મોબ લીન્ચિંગ મામલે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારનો એક ભાગ એવા કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી પર મૌન રહેવા બદલ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ અર્નબ ગોસ્વામી તેમજ તેમના પત્ની પર તેમના નિવાસસ્થાન નજીક હુમલો કરવામાં આવ્યો હતો અને બંને હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા હતા.

આ હુમલા વિરુદ્ધ અર્નબ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને હુમલાખોરોના નામ તો પોલસે નોંધ્યા હતા પરંતુ તેમની રાજકીય પાર્ટીનું નામ તેમજ અર્નબે પોતાના પર થયેલા હુમલા પર પોતાને કોના પર શંકા છે તેમના નામ લખવામાં આવ્યા ન હતા.

ત્યારબાદ પરમદિવસે અર્નબ ગોસ્વામીને 12 કલાકમાં બે વખત મુંબઈ પોલીસે નોટીસ મોકલી હતી જેમાં તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન આવવા માટે કહેવામાં આવ્યું હતું. ગઈકાલે સવારથી રાત્રી સુધી એમ કુલ બાર કલાક અર્નબ ગોસ્વામીની પૂછપરછ એટલા માટે કરવામાં આવી હતી કારણકે તેમણે કોંગ્રેસ પક્ષના સર્વેસર્વા સોનિયા ગાંધી પર પ્રશ્ન કર્યા હતા.

પરંતુ આશ્ચર્ય પમાડે તેવી ઘટના ગઈકાલે જ બની હતી જેમાં અર્નબ પર હુમલો કરનારાઓને મુંબઈની ભોઈવાડા કોર્ટે 15000 રૂપિયાના જામીન પર મુક્ત કરી દીધા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here