શૂન્યમાંથી સર્જન: PPE કીટ ઉત્પાદનમાં ભારતની મહેનત રંગ લાવી

0
289
Photo Courtesy: qz.com

એક સમયે ભારત PPE કીટ્સના આયાત પર નિર્ભર હતું તેને સ્થાને આજે કેન્દ્ર સરકારની સમયસુચકતાને કારણે આજે તેની પાસે મોટી સંખ્યામાં PPE કીટ્સ બફર સ્ટોકમાં હાજર છે.

Photo Courtesy: qz.com

નવી દિલ્હી: કોરોના વોરીયર્સ માટે અત્યંત જરૂરી એવી PPE કીટ્સનું હાલમાં ભારતમાં જોરશોરથી ઉત્પાદન થઇ રહ્યું છે. આ કીટમાં માસ્ક, આંખને રક્ષણ આપતું સાધન, શૂ કવર, ગાઉન અને ગ્લોવ્સ સામેલ છે જેનો ઉપયોગ ફ્રન્ટલાઈન હેલ્થકેર કર્મચારીઓ કોરોનાના દર્દીની સારવાર દરમ્યાન કરતા હોય છે.

આ વર્ષના જાન્યુઆરી મહિના સુધી પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટ જે ભારતમાં બિલકુલ બનતી ન હતી તે માત્ર બે જ મહિનામાં દરરોજના 2 લાખની સંખ્યાએ પહોંચી ગઈ છે. 2જી મે ના દિવસે ભારતે એક જ દિવસમાં 2.06 લાખ PPE કીટનું ઉત્પાદન કર્યું હતું.

જો સરેરાશની વાત કરીએ તો ભારતમાં હાલમાં દરરોજ 1.5 લાખ PPE કીટ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે અગાઉ ભારતમાં આ પ્રકારની કીટ્સનું બિલકુલ ઉત્પાદન નહોતું થતું અને આ રીતે તેના ઉત્પાદનમાં આવેલા ઉછાળાથી કેન્દ્ર સરકારના Make in India કાર્યક્રમને ખૂબ બળ મળશે તેવું મંતવ્ય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી મહિનામાં ભારતમાં કુલ 2.75 લાખ PPE કીટ્સ ઉપલબ્ધ હતી જે તમામ વિવિધ દેશોથી આયાત કરવામાં આવી હતી. તેમ છતાં માત્ર બે જ મહિનામાં PPE કીટ્સનું ઉત્પાદન જે સ્તર પર વધ્યું છે તેની પાછળ કેન્દ્ર સરકારની ઝડપી નિર્ણયશક્તિ જવાબદાર છે.

સરકારે 110 સ્થાનિક ઉત્પાદકોની ઓળખ PPE કીટ્સના ઉત્પાદન માટે કરી હતી જેમાંથી હાલમાં 52 ઉત્પાદકો આ કીટ્સનું દરરોજ ઉત્પાદન કરી રહ્યા છે. અત્યારસુધીમાં કેન્દ્ર સરકારે સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોમાં 21.32 લાખ PPE કીટ્સની વહેંચણી કરી છે જ્યારે 15.96 લાખ PPE કીટ્સ કેન્દ્ર અને રાજ્ય સરકારોના બફર સ્ટોક તરીકે આજે પણ ઉપલબ્ધ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here