અલકમલકની વાતોઃ We shall overcome રાષ્ટ્રગીત નથી છતાં છે…

0
603
Photo Courtesy: beingbenedictine.com

શ્રી શાહબુદ્દીન રાઠોડનો એક પ્રખ્યાત ટૂચકો છે જેમાં તેમણે એક એવા વિદેશી કપડાંની વાત કરી હતી જેને ધુઓ એમ ખેંચાતું જાય અને લંબાઈ વધતી જાય. પુત્ર માટે પેન્ટ સીવડાવી હોય તો થોડા દિવસો બાદ પિતા પણ પહેરી શકે. આજે ભારતની (અને વિશ્વના ઘણાં દેશોની) પરિસ્થિતિ આવી જ છે. લોકડાઉનની લંબાઈ વધતી જ જાય છે. થોડા લોકોની મુર્ખામી આખા મલકની ચિંતા બની ગઈ છે. આ મુશ્કેલીના દિવસોમાં તાતી જરૂર છે સમજણની, પ્રોત્સાહનની, પ્રેરણાની! આજે એક એવા ગીતની વાત કરવી છે જેના શબ્દો આજકાલની પરિસ્થિતિને સુસંગત છે. સૌથી પહેલાં આ ઓરીજીનલ ગીતના શબ્દો વાંચીએઃ

We shall overcome
We shall overcome
We shall overcome, some day

Oh, deep in my heart
I do believe
We shall overcome, some day

We’ll walk hand in hand
We’ll walk hand in hand
We’ll walk hand in hand, some day

Oh, deep in my heart
I do believe
We shall overcome, some day

We shall live in peace
We shall live in peace
We shall live in peace, some day

Oh, deep in my heart
I do believe
We shall overcome, some day

We are not afraid
We are not afraid
We are not afraid, TODAY

Oh, deep in my heart
I do believe
We shall overcome, some day

The whole wide world around
The whole wide world around
The whole wide world around some day

Oh, deep in my heart
I do believe
We shall overcome, some day

ગીતના શબ્દો થોડાં જાણીતા લાગ્યા નહીં? હવે આ જ ગીતનું હિંદી રૂપાંતર વાંચોઃ

हम होंगे कामयाब, हम होंगे कामयाब
हम होंगे कामयाब एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
हम होंगे कामयाब एक दिन

होगी शान्ति चारों
होगी शान्ति चारों ओर
होगी शान्ति चारों ओर एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
होगी शान्ति चारों ओर एक दिन

हम होंगे कामयाब, हम होंगे कामयाब
हम होंगे कामयाब एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
हम होंगे कामयाब एक दिन

हम चलेंगे साथ साथ
डाले हाथों में हाथ
हम चलेंगे साथ साथ एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
हम चलेंगे साथ साथ एक दिन

हम होंगे कामयाब, हम होंगे कामयाब
हम होंगे कामयाब एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
हम होंगे कामयाब एक दिन

नहीं डर किसी का आज
नहीं भय किसी का आज
नहीं डर किसी का आज के दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
नहीं डर किसी का आज के दिन

हम होंगे कामयाब, हम होंगे कामयाब
हम होंगे कामयाब एक दिन
हो हो मन में है विश्वास
पूरा है विश्वास
हम होंगे कामयाब एक दिन

We shall overcome આ ગીત કોઈ દેશનું રાષ્ટ્રગીત નથી પણ આત્મસન્માન, ગૌરવ અને વિશ્વાસ આપનારું આ ગીત વિશ્વમાં એક ક્રાંતિગાન તરીકે ઊભરી આવ્યું છે. આ ગીત મૂળ સ્વરૂપે કોણે લખ્યું હતું તેની કોઈ અધિકૃત જાણકારી કે નોંધ નથી. સન 1901માં ચાર્લસ આલ્બર્ટ નામના વ્યક્તિએ એક ગીત બનાવેલું જે ચર્ચમાં ઈસુની પ્રાર્થના વખતે ગવાતું, જેના શબ્દો હતાઃ I will be alright, I will be alright, I will be alright someday….deep in my heart I do not weep…I will be alright one someday…

તે જ દશકમાં ચર્ચમાં એક બીજી સમૂહ પ્રાર્થના પણ ગવાતી, જેના શબ્દો હતાઃ I will wear crown, I will wear the cross, I will be like him. I will overcome someday if my Jesus wills…આ પ્રાર્થનામાં ઈસુએ અનુભવેલા દર્દ વિશે વાત થઈ હતી. છેક 1930માં We shall overcome ગીત ચર્ચની સમૂહ પ્રાર્થનામાં ભળ્યું. 1948માં ‘પિપલ્સ સોંગ’ નામની મેગેઝીનમાં આ ગીત પ્રકાશિત થયું. તે વખતે અમેરિકામાં અશ્વેત આફ્રિકી નાગરિકો પ્રત્યે ગોરાઓનું વર્તન સારું નહોતું. ડગલે ને પગલે તેમને ભેદભાવ જોવા મળતો. પીટ સીગર નામના લોકગાયકે આ વાત ભેદભાવની ઝૂંબેશ વિરુદ્ધ લડવાનું નક્કી કર્યુ.

Photo Courtesy: beingbenedictine.com

સીગર એ ‘પિપલ્સ સોંગ’ મેગેઝીનના સ્થાપક પણ હતા. તેણે વિચાર્યુ કે We shall overcome ગીતને ચર્ચની પ્રાર્થના અને ખ્રિસ્તી ધર્મ સુધી સિમીત રાખવાને બદલે તેને વૈશ્વિક બનાવવું જોઈએ. આ ગીતના શબ્દોમાં એક એવી તાકાત છે જે તૂટેલા, ભાંગેલા, હારેલા મનમાં પણ જુસ્સો રેડી દે. પીટ સીગરની વાત સાચી નીવડી. આ ગીતે અશ્વેતોની અમેરિકનો વિરુધ્ધની લડાઈમાં પ્રાણ પૂર્યા. દરેક લોક રેલી, શો કે કોન્સર્ટમાં આ ગીત અચૂક ગવાતું. જ્યાં પણ આ ગીત ગવાતું લોકો પોતાનો હાથ ઊંચો કરી, મૂઠ્ઠી વાળી ગીતના શબ્દો ઝીલતાં. માર્ટિન લ્યૂથર કિંગની લડતને લોકજુવાળમાં ફેરવવામાં આ ગીતનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

We shall overcomeનું વિશ્વની લગભગ બધાં જ દેશોની ભાષામાં ઓછા-વધતા ફેરફાર સાથે રૂપાંતર થયું છે છતાં દરેકનો રાગ એકસરીખો છે. જાણીતા હિન્દી કવિ ગિરિજાકુમાર માથુરે આ જ ગીતનું હિન્દી સ્વરૂપ ‘हम होंगे कामयाब’ લોકો સમક્ષ મૂક્યું. આ ગીત 1970 અને 1980૦ના દશકમાં અતિપ્રચલિત થયું. શાળાઓમાં ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત સાથે ‘હમ હોંગે કામયાબ’ ગીતને પણ રાષ્ટ્રભક્તિ ગીતનો દરજ્જો મળ્યો. ભારતીય નેશનલ ફૂટબોલ ટીમની આંતરરાષ્ટ્રીય મેચ વખતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા આ ગીત દર્શકો ગાવા લાગ્યા.

કેરળ રાજ્યમાં, પરંપરાગત સામ્યવાદીનો દબદબો હોવા છતાં 1970 ના દશકના અંતમાં વિવિધ કોલેજના કેમ્પસમાં આ ગીત લોકપ્રિય બન્યું. તે વખતના દેશના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન Students Federation of India (SFI) માટે એક સંઘર્ષ ગીત બની રહ્યું. ટૂંક સમયમાં જ SFIના એક કાર્યકર્તા એન. પી. ચંદ્રશેખરને આ ગીતનું પ્રાદેશિક ભાષા મલયાલમમાં ભાષાંતર કર્યુ, જેના શબ્દો હતાં – નમ્મલ વિજયીક્કમ. આ અનુવાદ મૂળ ગીતની સમાન ધૂનને અનુસરતો હતો અને થોડાં દિવસ પછી ‘સ્ટુડન્ટ’ નામની માસિક મલયાલમ મેગેઝીનમાં પણ પ્રકાશિત થયું.

બંગાળી ભાષા બોલતા રાજ્યો અને બાંગ્લાદેશમાં આ ગીતના બે અનુવાદ થયા. પહેલો અનુવાદ બંગાળી લોકગાયક હેમાંગ બિસ્વાસે કરેલો જેને ભૂપેન હઝારિકાએ સ્વરબધ્ધ કર્યો. આ અનુવાદિત ગીતના શબ્દો હતા – આમરા કોરબો જોય. બીજો અનુવાદ શિબદાસ બંદોપાધ્યાય નામના કવિએ કર્યો અને રુમા ગુહા ઠાકુર્તા નામના સંગીતકારે સ્વરબદ્ધ કર્યો. આ ગીતના બોલ હતા – એક દિન સુર્જર ભોર! આ ગીત 1971ના બાંગ્લાદેશના આઝાદીની લડતમાં ઘણું પ્રચલિત બન્યું. બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ મુજિબર રહેમાનનું ફેવરીટ ગીત હતું. આ સિવાય 2010માં આવેલી ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’માં પણ ‘હમ હોંગે કામયાબ’ ગીતને અંગ્રેજી અને ઉર્દૂમાં ગવાયું છે, જેમાં અમેરિકામાં મુસ્લિમોને ભોગવવા પડતાં સંઘર્ષ વિશે વાત થઈ છે.

ફક્ત અમેરિકા અને ભારતમાં જ નહીં પણ સ્વીડન, ચેકોસ્લાવિયા, ઈઝરાઈલ, નોર્વે જેવા દેશોમાં પણ આ ગીતની વ્યાપક અસર રહી છે. આજે લોકડાઉનનો કપરો કાળ છે, આ ગીત આપણને સૌને ઘરે રહીને દેશસેવા કરવાની સમજણ આપે એવી ઈશ્વર ચરણે પ્રાર્થના. Yes, we shall overcome!!!

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/We_Shall_Overcome

પીટ સીગરે ગાયેલું ઓરીજિનલ બ્લેક એન્ડ વ્હાઈટ ગીતની યુટ્યુબ લિંકઃ https://www.youtube.com/watch?v=1osKWCDXl40

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here