મિત્રો, કોરોનાનો કહેર હજુ યથાવત છે અથવા તો કહી શકાય કે કોરોના દિવસે ને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે… આ માનવભક્ષી વાઇરસનો અંત ક્યારે અને કેવી રીતે આવશે એ વિશે કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી…. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે કોરોના જ્યાંથી ઉદભવ્યો એ ચીન સૌના નિશાન પર હોય.. તો ઘણા લોકોને આ વાત પસંદ નથી પણ આવતી.. આપણી સમક્ષ આજે એવા જ પત્રકાર ઉપસ્થિત છે જે તેમના આ પ્રકારના વલણના લીધે હમેશાં ટ્રોલર્સના નિશાના પર હોય છે… તો તાળીઓથી સ્વાગત કરીએ વરિષ્ઠ પત્રકાર રવીશકુમારનું..

પંકજ પંડ્યા : વેલકમ સર
રવીશ કુમાર : થેંક્સ..
પંકજ પંડ્યા : આશા રાખું કે તમે પોઝિટિવ થઈને આવ્યા હશો..
રવીશ કુમાર : અરે આ તે કાંઇ રીત છે મહેમાન સાથે વાત કરવાની ? અત્યારે કોરોનના કહેરમાં પોઝિટિવ શબ્દ સાંભળીને કોઈ પણની છાતીનાં પાટિયા બેસી જાય છે..
પંકજ પંડ્યા : સોરી સોરી… હું તો સકારાત્મક અભિગમની વાત કરતો હતો..
રવીશ કુમાર : ઓહ.. તો ઠીક..
પંકજ પંડ્યા : કેમ ચાલે છે તમારું નડત્વ ?
રવીશ કુમાર : હું કોઈને નડતો નથી..
પંકજ પંડ્યા : મે ક્યાં એવું કહ્યું ?
રવીશ કુમાર : હમણાં જ તો તમે બોલ્યા… નડત્વ..
પંકજ પંડ્યા : ઓહ.. સોરી.. મે NDTVનું સીધું ગુજરાતી કર્યું.
રવીશ કુમાર : ઠીક છે..
પંકજ પંડ્યા : આપ કે લિયે એક ફરિયાદ હૈ… મેરી પૂરી સહાનુભૂતિ મેગ્સે કે લિયે હૈ.. બેચારા ક્યા હાલ મે હોગા…
રવીશ કુમાર : કૌન મેગ્સે ?
પંકજ પંડ્યા : જ્યાદા ભોલે મત બનો… વો હી… ભૂલ ગયે ક્યા ? આપ હી તો થે.. મેગ્સે સે એવોર્ડ (છીન) લેને વાલે…
રવીશ કુમાર : હાહાહાહાહા …. હાહાહાહાહા…. તૂમ લોગો કી સોચ એક હદ સે કબ આગે બઢેગી ? મૈંને કોઈ મેગ્સે (નામ કે આદમી) સે એવોર્ડ છીન કે નહીં લિયા હૈ… એવોર્ડ કા નામ હી મેગ્સેસે એવોર્ડ હૈ…
પંકજ પંડ્યા : ઓહ.. એવું છે.. સોરી..
રવીશ કુમાર : સોરી થી નહીં ચાલે..
પંકજ પંડ્યા : તો શું તમે આ ગુન્હા માટે મારા વિરુદ્ધ FIR નોધાવશો ?
રવીશ કુમાર : ના… તમારે મારી એક મદદ કરવી પડશે…
પંકજ પંડ્યા : ફરમાવો..
રવીશ કુમાર : તમારે મને એક વસ્તુ બનાવતાં શીખવાડવી પડશે..
પંકજ પંડ્યા : કઈ વસ્તુ ?
રવીશ કુમાર : ઊકરડો…
પંકજ પંડ્યા : ઊકરડો ? શું પશુ પાલનમાં જંપલાવી રહ્યા છો ?
રવીશ કુમાર : એમાં પશુપાલન ક્યાં વચ્ચે આવ્યું ? આ તો મોદીજીએ કોરોનાથી બચવા માટે ઊકરડો પીવા માટે કહ્યું હતું ને?
પંકજ પંડ્યા : ઓહ… ઊકાળો..
રવીશ કુમાર : હા એ જ…. મને ઊકાળો…
પંકજ પંડ્યા : હું તમને શું કામ ઊકાળું ?
રવીશ કુમાર : અરે હું એમ કહેવા માંગુ છુ કે મને ઊકાળું બનાવતાં શીખવાડો… આનું બીજું કોઈ નામ નથી ?
પંકજ પંડ્યા : છે ને… કાઢો…
રવીશ કુમાર : તો પછી મને કાઢો….
પંકજ પંડ્યા : અરે તમે હમણાં તો અહી પધાર્યા છો.. હું શું કામ તમને કાઢું ?
રવીશ કુમાર : જવા દો… અજીબ વિડંબના હૈ… એક આદમી જો કોરોના કે ડર સે ગ્રસિત હૈ… ઔર ઉસકી મજાક બના દી જાતી હૈ…ઐસે મે કોઈ કરે તો ક્યાં કરે ? છોડો… આપણો ઇન્ટરવ્યુ આગળ વધારીએ..
પંકજ પંડ્યા : કોરોનાની વાત નીકળી છે તો ચાલો એ જ મુદ્દા પર આગળ વધીએ..
રવીશ કુમાર : ઓ..કે..
પંકજ પંડ્યા : અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે… ઘણા લોકો લોકડાઉનને ધરાર અવગણે છે.. એ વિષે તમારું શું મંતવ્ય છે?
રવીશ કુમાર : હકીકતમાં એ જ લોકો લોકડાઉનને સાચા અર્થમાં સમજી શક્યા છે..
પંકજ પંડ્યા : આવું તમે કઇ રીતે કહી શકો ? થોડુક તો જવાબદારી પૂર્વક બોલો..
રવીશ કુમાર : ઓ કે.. તમે લોક-અપનો અર્થ તો જાણતા જ હશો..
પંકજ પંડ્યા : હાસ્તો વળી,
રવીશ કુમાર : શું જે વ્યક્તિ લોક-અપમાં હોય એ ખુલ્લેઆમ ઘૂમી શકે ?
પંકજ પંડ્યા : સવાલ જ નથી….
રવીશ કુમાર : તો પછી તમે એ પણ જાણતા જ હશો કે અપ અને ડાઉન એકબીજાથી તદ્દન વિરુદ્ધ અર્થ ધરાવે છે…
પંકજ પંડ્યા : ઓબ્વિયસ્લી….
રવીશ કુમાર : તો જેમ લોક-અપમાં હોય એના માટે બહાર ફરવું દંડનીય અપરાધ છે… એ જ રીતે લોકડાઉનમાં હોય એના માટે ઘરમાં રહેવું એ દંડનીય અપરાધ છે..
પંકજ પંડ્યા : વાહ વાહ… ઘણા લોકો જાણી જોઈને કોરોના ફેલાવવા માગતા હોય એવું વર્તન કરે છે.. કોરોના વોરિયર્સ સાથે ગેરવર્તન કરે છે.. એવા લોકો માટે તમે શું કહેશો ?
રવીશ કુમાર : શું તમને લોકશાહીમાં વિશ્વાસ નથી ?
પંકજ પંડ્યા : છે ને?
રવીશ કુમાર : તો જે વ્યક્તિઓ કોરોના ફેલાવે એ લોકશાહીના સાચા રક્ષકો છે.. એ સાચા દેશપ્રેમીઓથી તમને શું વાંધો છે ?
પંકજ પંડ્યા : તમે ભાનમાં તો છો ને?
રવીશ કુમાર : ભાનમાં તો તમે નથી…
પંકજ પંડ્યા : તમારી પાસે કોઈ સચોટ કારણ છે ?
રવીશ કુમાર : બેશક.. ભારત દેશ આઝાદ થયો ત્યારથી કહેવામા આવી રહ્યું છે કે લોકશાહીમાં પ્રજા જ રાજા છે.. પણ રાજ તિલક માત્ર એક જ વ્યક્તિનું થાય છે.. આ અન્યાય છે…. અને જ્યારે કેટલાક સાચા રાષ્ટ્રપ્રેમીઓ દેશના દરેક વ્યક્તિનું કોરોનેશન… એટ્લે કે રાજતિલક કરવા માગે છે ત્યારે તમને બનાવટી રાષ્ટ્રવાદીઓને એમાં પણ વાંધો છે… તમે એક જ વ્યક્તિનું કોરોનેશન (રાજ તિલક) થાય એવું ઇચ્છો છો જ્યારે તેઓ તમારા સહિત સમગ્ર દેશવાસીનું કોરોનેશન ઇચ્છે છે..
પંકજ પંડ્યા : તમને પબ્લિક રબિશકુમાર કહે છે તે યોગ્ય જ છે..
રવીશ કુમાર : સાચું કહ્યું.. હું પણ ખૂબ ખુશ છુ આ ઉપનામથી..
પંકજ પંડ્યા : એમાં પણ કોઈ રહસ્ય છે ?
રવીશ કુમાર : ચોક્કસ છે.. મારૂ ઓરિજિનલ નામ રવીશ છે.. આમ તો રવીશ એટ્લે ગતિ થાય પણ રવિ એટલે સૂર્ય અને ઇશ એટલે ઈશ્વર એ અર્થમાં રવીશનો અર્થ સૂર્યદેવ થાય.. . ઘણું સારું નામ છે.. પણ માત્ર હિન્દુઓ જ સૂર્યને દેવતા માને છે એટલે એ નામ સાંપ્રદાયિક થઈ ગયું… અને હું રહ્યો નખશિખ બિનસાંપ્રદાયિક..
પંકજ પંડ્યા : પણ રબિશ એટ્લે તો કચરો થાય..
રવીશ કુમાર : એ તો તમારા જેવા લોકો માટે.. જેના મગજમાં કચરો ભર્યો હોય..
પંકજ પંડ્યા : તો પછી તમે જ સમજાવો… પ્રભુ..
રવીશ કુમાર : રબિશ.. એટલે રબ વત્તા ઇશ… જે બંનેનો અર્થ તમે સમજી શકો છો..
પંકજ પંડ્યા : તમારા ચરણ ક્યાં છે ?
રવીશ કુમાર : મને કોઈ ચરણમાં પડે એ પસંદ નથી॥
પંકજ પંડ્યા : અરે ના રે.. હું તો એમ કહેવા માગું છુ કે તમારા ચરણ ઊપાડો અને જ્યાથી આવ્યા હતા ત્યાં પાછા સીધાવો…
રવીશ કુમાર : આજે તમને મારી વાતો ખોટી લાગતી હશે પણ એક દિવસ તમે પણ માનશો..
પંકજ પંડ્યા : ઓ. કે.. આપણો સમય અહી સમાપ્ત થાય છે.. આવજો.. થેંક્સ
રવીશ કુમાર : આવજો..
eછાપું