સંભારણાં: ICCની એક Tweet થી સચિન-સૌરવ ભૂતકાળમાં સરી પડ્યા

0
66
Photo Courtesy: indiatoday.in

વનડે ક્રિકેટની મહાનતમ ઓપનીંગ જોડી સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલી ગઈકાલે Twitter પર પણ ભાગીદારી નોંધાવતા નજરે પડી હતી જ્યારે ICCએ તેમની બંનેની પાર્ટનરશીપને એક Tweet દ્વારા યાદ કરી હતી.

Photo Courtesy: indiatoday.in

અમદાવાદ: કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉનના સમયમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC દરરોજ ભૂતકાળને વાગોળતી કેટલીક યાદગીરી Twitter પર શેર કરતી હોય છે. આવી જ રીતે ICCએ ગઈકાલે ટીમ ઇન્ડિયાની ટોચની ઓપનીંગ જોડી સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીને યાદ કરી હતી.

પોતાની Tweetમાં ICCએ આ બંનેએ ભેગા મળીને રનોના કરેલા ખડકલા તેમજ તેની એવરેજ પણ દર્શાવી હતી. આ Tweetનો જવાબ સચિન અને સૌરવ બંનેએ આપ્યો હતો અને બંને આ ભૂતકાળમાં સરી પડ્યા હતા.

 

સચિન તેંદુલકરે ICCની Tweetનો જવાબ આપતા સૌરવ ગાંગુલીને ટેગ કર્યા હતા અને કહ્યું હતું કે આ Tweet થી ‘દાદી’ સાથેની ભૂતકાળની ઘણી યાદ તાજા થઇ ગઈ છે. તને શું લાગે છે કે હાલમાં રીંગની બહાર માત્ર 4 ખેલાડીઓ અને બંને છેડે 2 નવા દડાના નિયમ સાથે આપણે બંનેએ ભેગામળીને કેટલા રન બનાવ્યા હોત?”

 

ભારતના ભૂતપૂર્વ અને મહાન કપ્તાનોમાંથી એક એવા સૌરવ ગાંગુલીએ પણ સચિનના સવાલનો જવાબ આપવામાં જરાય વાર કરી ન હતી અને કહ્યું હતું કે, ઉપરોક્ત નિયમો સાથે જો આપણે બંને રમ્યા હોત તો આપણે ભેગા મળીને હજી બીજા 4000 રન ઉમેરી દીધા હોત.

સૌરવે ઉમેર્યું હતું કે તે પોતાના સિગ્નેચર શોટ એટલેકે કવર ડ્રાઈવને માત્ર ઇનિંગની પહેલી ઓવરમાં જ નહીં પરંતુ બાકીની 50 ઓવર્સમાં પણ એક સરખી રીતે મારી શક્યો હોત. સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીની વનડે ઓપનીંગ જોડી વિશ્વમાં સહુથી શ્રેષ્ઠ ઓપનીંગ જોડીઓમાંથી એક રહી છે.

આ બંને મહાન ખેલાડીઓએ ભારત માટે વનડે મેચોમાં ઓપન કરતી વખતે કુલ 176 પાર્ટનરશીપમાં 47.55 ની ઉંચી એવરેજ સાથે 8,227 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટના ઇતિહાસમાં સચિન અને સૌરવ સિવાય અન્ય કોઈ એવી પાર્ટનરશીપ નથી જેણે વનડે ક્રિકેટમાં 6,000 રનના આંકને પણ પસાર કર્યો હોય.

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here