જયંતિ રવિનો કાલ્પનિક ઇન્ટરવ્યુ: કોરોના સીવાય બીજું બધુંજ!

0
309
Photo Courtesy: YouTube

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ અને ગુજરાતીઓના ઘરઘરમાં જાણીતા બની ગયેલા જયંતી રવિનો એક કાલ્પનિક ઇન્ટરવ્યુ જેમાં તેઓ કોરોના સીવાય બીજી બધીજ વાતો કરી રહ્યા છે.

વેલકમ બેક અગેઇન ટુ યોર ફેવરિટ શો.. pun કી બાત… મિત્રો,  ગયા એપિસોડમાં વાત કર્યા મુજબ કોરોના આપણું કોરોનેશન (રાજતિલક) કરવા ટાંપીને જ બેઠો છે… એ લાગ મળતાં જ આપણને મુગટ પહેરાવવા તૈયાર છે.. આપણા જેવા અસંખ્ય લોકો પચાસેક દિવસથી ઘરમાં પૂરાઈને કોરોનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ઘણા એવા લોકો છે જે કોરોનાથી આપણને સુરક્ષિત રાખવા માટે પોતાના જીવના જોખમે કોરોના સામે લડત આપી રહ્યા છે… ચાહે એ ડોક્ટર્સ અને સપોર્ટિંગ સ્ટાફ હોય, પોલીસ અને  અન્ય સુરક્ષા દળો હોય કે પછી સફાઈ કર્મચારીઓ હોય…. eછાપું અને pun કી બાત એવા સૌ કોરોના યોદ્ધાઓને દિલથી નમન કરે છે… આજે આપણી સાથે ઉપસ્થિત છે એવાં જ એક કોરોના વૉરિયર અને ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતાનાં અગ્ર સચિવ સુ. શ્રી. જયંતિ રવિ… Give her a big round of applause…

પંકજ પંડ્યા : વેલકમ મેડમ..

જયંતિ રવિ : થેન્ક યુ વેરી મચ ફોર યોર ગ્રાન્ડ વેલકમ અને એથી પણ વધુ મને અહી આમંત્રિત કરવા માટે..

પંકજ પંડ્યા : તમને અહી બોલાવવા પાછળ બે કારણો છે…

જયંતિ રવિ : કયા કયા…

પંકજ પંડ્યા : લોકડાઉન દરમ્યાનનો આ ચોથો એપિસોડ છે.. પહેલા એપિસોડમાં જેણે આપણને લોકડાઉનમાં ભેરવી દીધા  એવા ચીનના પ્રમુખ જીનપીંગણે આમંત્રિત કરેલા.. બીજા એપિસોડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવેલા.. અને ત્રીજા એપિસોડમાં NDTVના જરનાલિસ્ટ રવીશકુમાર આવેલા..

 

જયંતિ રવિ : હા.. તો..

પંકજ પંડ્યા : એટલે અત્યાર સુધીમાં જેટલા પણ મહેમાન આવ્યા એ કોઈને કોઈ રીતે રવિ જોડે સંબંધિત હતા એટલે આ વખતે જયંતિ રવિને બોલાવી લીધાં.

 

જયંતિ રવિ : હાહાહાહા… અને બીજું કારણ..

પંકજ પંડ્યા : ભારતમાં રજા મોટાભાગે બે જ કારણે મળતી હોય છે…

જયંતિ રવિ : ઓહ.. એમાં ય બે કારણ ? કયા કયા ?

પંકજ પંડ્યા : એક તો રવિવારે અને બીજું કોઇની (જન્મ) જયંતિ હોય ત્યારે…

જયંતિ રવિ : અને મારા નામમાં જયંતિ અને રવિ બંને છે… એમ જ ને..

પંકજ પંડ્યા : સ્માર્ટ…  વેરી  સ્માર્ટ..

જયંતિ રવિ :  થેન્ક યુ..

પંકજ પંડ્યા : પહેલાં જ્યારે મે માત્ર તમારું નામ જ સાંભળેલું ત્યારે મને એમ હતું કે તમે મહિલા નહીં પણ પુરુષ છો…

જયંતિ રવિ : એનાં પણ બે કારણ હશે.. નહીં ?

પંકજ પંડ્યા : ઓહ યસ…

જયંતિ રવિ : પહેલું કારણ શું છે ?

પંકજ પંડ્યા : પહેલું કારણ તો એવું છે કે અમારા ગુજરાતમાં જયંતિ અને રવિ બંને નામ પુરુષોમાં હોય છે..

જયંતિ રવિ :  અને બીજું કારણ..

પંકજ પંડ્યા : બીજું કારણ અમારા ગુજરાતીઓનું વ્યાકરણ..

જયંતિ રવિ : હવે ગુજરાતીઓના વ્યાકરણ અને મારે શો સંબંધ ?

પંકજ પંડ્યા : બીજા રાજયોની સંખ્યામાં અમારા ત્યાં વાંચન બહુ ઓછું.. પણ સોશિયલ મીડિયાનો વ્યાપ વધતાં અહી બધા લોકોમાં લેખક બનવાનો કીડો ખૂબ સળવળે છે… એક અમાન્યતા પ્રાપ્ત સર્વેના અહેવાલ અનુસાર અત્યારે ગુજરાતમાં વાચકો કરતાં લેખકોની સંખ્યા વધુ છે..

જયંતિ રવિ : ઓહ…

પંકજ પંડ્યા : હવે તમે લોકડાઉન દરમ્યાન દરરોજ ન્યુઝ ચેનલ્સ પર આવો છો.. શરૂઆતમાં મે તમને એક પણ ન્યુઝ પીસમાં જોયા નહોતા ત્યારે મે કોઇની ફેસબુકની વૉલ પર વાંચ્યું કે તમારી પાસે એક એકથી ચડિયાતી સુંદર સાળીઓનો અખૂટ ભંડાર છે.. હવે સાળીઓ તો પુરૂષોને જ હોયને.. પછી તમને ટીવી પર પહેલી વાર જોયાં ત્યારે ખબર પડી કે પેલા ભાઈ સાળી નહિ પણ સાડીનું કહેવા માગતા હતા..

જયંતિ રવિ :  હાહાહાહાહા… એટલે તમે મને ટીવી પર જોયાં પછી ખબર પડી કે હું બહેન છુ..

પંકજ પંડ્યા :  હા…

ના મુસ્લિમ નીકળ્યા.. ના જૈન નીકળ્યા..

માનતો હતો હું, ના એ જેંટલમેન નીકળ્યા..

ખોલીને ટીવી જોયું તો એ બેન નીકળ્યા..

જયંતિ રવિ : હાહાહાહા… ઓકે.. પણ તમે અહી મને કોરોના વિશે વાર્તાલાપ કરવા બોલાવી હશે ને..

પંકજ પંડ્યા : કોરોના પરથી યાદ આવ્યું.. મને એક વડીલે વર્ષો પહેલા કહેલું કે શબ્દો તીર સમાન છે એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ..

જયંતિ રવિ :  હવે કોરોના અને શબ્દોને શું લાગે વળગે ?

પંકજ પંડ્યા :  એમણે કહેલું કે ગાળો તો બોલવી જ ના જોઈએ અને શબ્દો ગાળી ગાળીને બોલવા જોઈએ… આજે બધા જ લોકો મ્હોં પર ગળણું લટકાવીને ફરે છે..

જયંતિ રવિ : આપણે એકઝેટલી કોરોના વિશે જ વાત કરવાની છે ને…

પંકજ પંડ્યા : સોરી ટુ ડિસ્ટર્બ યુ.. પણ તમારા નામમાં જે રવિ છે તેના પરથી બીજી એક સરસ વાત યાદ આવી..

જયંતિ રવિ : હવે એ પણ થવા દો..

પંકજ પંડ્યા : એક ગામ હતું.. ત્યાં એક સુંદર દંપતિ રહેતું હતું… પતિનું નામ રવિ અને પત્નીનું નામ ભૈરવી… હવે ગામ લોકો માટે તો પતિ રવિભૈ અને પત્ની ભૈરવી.. પણ રવિ એકલો જ જાણતો અને માણતો હતો કે એનાં સસરાએ એને ભૈરવી નહીં પણ ભેરવી દીધેલ છે…

જયંતિ રવિ : હાહાહાહા.. સરસ.. પણ સિરિયસલી આવા કપરા  સમયમાં તમે માત્ર ફાલતુ વાતો કરી રહ્યા છો.. હું જાઉં છુ… અને એનાં પણ બે કારણો છે..

પંકજ પંડ્યા : કયા બે કારણો ?

જયંતિ રવિ : એક તો એ કે અત્યારે મારી પાસે એક મિનિટનો પણ ફાલતુ સમય નથી..

પંકજ પંડ્યા : અને બીજું કારણ ?

જયંતિ રવિ : બીજું કારણ એ કે મારી પાસે સમય હોય તો પણ એ ક્વોલિટી સમયને હું ફાલતુ વાતોમાં તો બરબાદ ના જ કરું..

પંકજ પંડ્યા : બિલકુલ સાચી વાત છે તમારી.. પણ મે માત્ર તમારી હાલતનું વિચારીને જ તમને અહી બોલાવીને આ પ્રકારે વાત કરી..

જયંતિ રવિ : એટ્લે ?

પંકજ પંડ્યા : છેલ્લા પચાસ કે કદાચ તેના કરતાં પણ વધુ દિવસોથી ભલે તમે કોરોના પોઝિટિવ ના હોવ.. પણ માનસિક રીતે તો કોરોના સંક્રમિત જ છો.. એટ્લે કે ચોવીસ કલાક તમે કોરોનથી બચવા માટેના વિચારોમાં જ બિઝી રહો છો..

જયંતિ રવિ :  એ વાત તો સાવ સાચી છે..

પંકજ પંડ્યા : બસ એટલે જ… માત્ર તમારું મન જરા હળવું થાય એ માટે થઈને જ તમને અહી બોલાવ્યાં.. એ છતાય કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમ્ય ગણજો..

જયંતિ રવિ : ના.. ના.. ખરું કહું તો ખૂબ મજા આવી..

પંકજ પંડ્યા : થેંક્સ..

જયંતિ રવિ : હવે હું રજા માગીશ..

પંકજ પંડ્યા : હા.. તો જ અમારી રજાઓ પૂરી થશે.. pun કી બાતમાં સામાન્ય રીતે છેલ્લે મહેમાન એક સંદેશ આપે છે.. પણ આજે હું એ સંદેશ આપવા માગું છું

જયંતિ રવિ : આપો..

પંકજ પંડ્યા : શાસક અને એની ટીમ નિષ્ઠા પૂર્વક કામ કરે એ તો સરાહનીય છે જ પણ આપત્કાલીન સંજોગોમાં એવાં જરૂરી કામો પણ કરવા જોઈએ જે પ્રથમ દ્રષ્ટિએ ભલે નિષ્ઠુ લાગે પણ અંતિમ પરિણામ પ્રજાની તરફેણમાં લાવવા માટે અત્યંત આવશ્યક હોય..

જયંતિ રવિ : વાહ… ખૂબ સાચું.. ચાલો હવે હું જાઉં. Be at Home… Be safe..

પંકજ પંડ્યા : thank you.. take care..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here