આયુષ્માન ભારત: એક કરોડ ગરીબોને સ્વાસ્થ્યલાભ કરાવતી યોજના

0
268
Photo Courtesy: republicworld.com

બે વર્ષથી પણ ઓછા સમયમાં મોદી સરકારની મહત્ત્વની યોજના આયુષ્માન ભારતે 1 કરોડ લાભાર્થીઓનો આંક પસાર કરી દીધો હોવાની માહિતી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે.

Photo Courtesy: republicworld.com

નવી દિલ્હી: ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીની મોટાભાગની તમામ આરોગ્ય સુવિધા આપતી નરેન્દ્ર મોદી સરકારની મહત્ત્વની યોજનાઓમાંથી એક એવી આયુષ્માન ભારત યોજનાએ 1 કરોડ લાભાર્થીઓની સંખ્યા પાર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા Tweet કરીને આ માહિતી આપી હતી.

વડાપ્રધાને પોતાની Tweetમાં જણાવ્યું હતું કે,

દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકો પર આ પહેલની સકારાત્મક અસર પડી છે. હું તમામ લાભાર્થીઓ તેમજ તેમના પરિવારોને અભિનંદન આપું છું. હું તેમની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના કરું છું.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે તેઓ આપણા ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્યકર્મીઓ તેમજ આયુષ્માન ભારત સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરે છે. તેમના પ્રયાસોને કારણે જ તેમણે આ યોજનાને વિશ્વનો સહુથી વિશાળ સેવા કાર્યક્રમ બનાવી દીધો છે. આ યોજનાએ અસંખ્ય ભારતીયો અને ખાસકરીને ગરીબો અને દલિતોનો વિશ્વાસ પણ જીતી લીધો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનવા અનુસાર આયુષ્માન ભારત યોજનાની સફળતાનો સહુથી મોટું કારણ તેની પોર્ટેબીલીટી છે કારણકે લાભાર્થી ફક્ત જ્યાં તેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ સ્થળે નહીં પરંતુ સમગ્ર ભારતમાં સારી અને સસ્તી ચિકિત્સા પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત આ યોજના એ લોકોને પણ મદદ કરે છે જે પોતાના ઘરથી દૂર રહીને કાર્ય કરતા હોય છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ હાલના કપરા સમયમાં આયુષ્માન ભારત સાથે જોડાયેલા લાભાર્થીઓ સાથે વાતચીત નહીં કરી શકે પરંતુ ભવિષ્યમાં તેઓ પોતાની આધિકારિક યાત્રાઓ દરમ્યાન લાભાર્થીઓ સાથે જરૂર ચર્ચા કરશે. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેમણે આયુષ્માન ભારત યોજનાની લાભાર્થી પૂજા થાપા જે મેઘાલય રાજ્યની નિવાસી છે તેની સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here