નુકશાન: જો આ વર્ષે IPL રદ્દ થશે તો ક્રિકેટર્સના ખિસ્સા કપાશે

0
166
Photo Courtesy: sportzwiki.com

જો કોરોનાની મહામારી લાંબી ચાલી અને તેને પગલે IPL આ વર્ષ પૂરતી રદ્દ થાય તો માત્ર ભારતના જ નહીં પરંતુ અન્ય દેશોના ખેલાડીઓને પણ જબરદસ્ત નાણાંકીય નુકશાન થવાનું છે.

Photo Courtesy: sportzwiki.com

મુંબઈ: કોરોનાની મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં રમત જગત પર જાણેકે બ્રેક લાગી ગઈ છે. ક્રિકેટ પણ તેનાથી અલગ નથી અને દર વર્ષે રમાતી ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે IPLને પણ અચોક્કસ મુદત માટે પાછી ઠેલવવામાં આવી છે.

હાલના સંજોગો જોતા એવું નથી લાગતું કે આ વર્ષે IPL રમાય, કારણકે વાર્ષિક ક્રિકેટ કેલેન્ડરમાંથી IPL માટે ખાસ જગ્યા ઉભી કરવામાં આવી છે. IPL સામાન્યતઃ છ અઠવાડિયા ચાલતી હોય છે અને આ છ અઠવાડિયા માર્ચથી મે મહિના સુધી ગણાતા હોય છે.

હવે તો મે મહિનો પણ પૂરો થવા આવ્યો છે અને કદાચ ક્રિકેટ જગત આવનારા બે-ત્રણ મહિનામાં ફરીથી ક્રિકેટ રમવાનું શરુ પણ કરી દે તો પણ દરેક દેશ પોતપોતાના દેશની સિઝનને વધુ મહત્ત્વ આપશે નહીં કે IPLને. હા, જો આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ Twenty20 રદ્દ કરવામાં આવે તો એના સ્થાને IPL રમાય તેવી શક્યતાઓ જરૂર છે, પરંતુ ICC પણ BCCIની જેમ જ હજી આ અંગે કોઈજ સ્પષ્ટતા કરી નથી રહ્યું.

આથી જો એમ માની લઈએ કે આ વર્ષે IPL નહીં જ રમાય તો માત્ર ભારતના જ નહીં પરંતુ અન્ય દેશોના ક્રિકેટર્સની કમાણીમાં જબરદસ્ત ઘટાડો થઇ શકે તેમ છે. જો આ વર્ષે IPL ન રમાય તો ભારતના 124 ખેલાડીઓમાંથી સહુથી વધુ નુકશાન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને જશે.

ઉપરોક્ત ખેલાડીઓને આ વર્ષે IPL રમવા બદલ પોતપોતાની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા અનુક્રમે 17 કરોડ, 15 કરોડ અને 15 કરોડ મળવાના હતા જે IPLનું આયોજન જો રદ્દ થાય તો સ્વાભાવિક રીતે નહીં મળે.

આવા સંજોગો જો ઉભા થાય તો ભારતીય ક્રિકેટર્સ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સહુથી વધુ નુકશાન ભોગવશે. પેટ કમિન્સ 15.5 કરોડ અને ડેવિડ વોર્નર 12 કરોડમાં ખરીદાયા હતા. સહુથી

આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય દેશોના ખેલાડીઓમાં સહુથી વધુ નુકશાન તો અફઘાનિસ્તાનના ખેલાડીઓને જવાનું છે. અફઘાનિસ્તાનના ત્રણ ખેલાડીઓ IPLમાં રમે છે તેમને કુલ 12 કરોડ રૂપિયા મળવાના હતા.

જ્યારે ન્યુઝીલેન્ડના ખેલાડીઓને કુલ 9.8 કરોડ અને શ્રીલંકાના ખેલાડીઓને કુલ 2.8 કરોડ મળવાના હતા. આ આંકડાઓથી સાવ વિરુદ્ધ ઇંગ્લેન્ડના ખેલાડીઓને કુલ 47.50 કરોડ રૂપિયા, સાઉથ આફ્રિકાના ખેલાડીઓને કુલ 34.60 કરોડ રૂપિયા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને કુલ 58.75 કરોડ જેટલી અધધ રકમ મળવાની હતી જે IPLના રદ્દ થવાના સંજોગોમાં નહીં મળી શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here