જાસૂસી: પાકિસ્તાની દૂતાવાસના વિસા અધિકારીઓ ISIના એજન્ટ નીકળ્યા

0
324
Photo Courtesy: indiatoday.in

ઘણા લાંબા સમયથી દિલ્હીમાં આવેલા પાકિસ્તાની રાજદૂતાવાસના બે કર્મચારીઓ ભારતની જાસૂસી કરી રહ્યા હતા તેમને ગઈકાલે ખાનગી દસ્તાવેજો સાથે દિલ્હી પોલીસે પકડી લીધા છે.

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે દિલ્હીમાં આવેલા પાકિસ્તાની દૂતાવાસના બે વિસા અધિકારીઓની ધરપકડ કરી છે. આ બંને ઉપરાંત તેમના ડ્રાઈવર પર જાસૂસી કરવાનો આરોપ છે.

Photo Courtesy: indiatoday.in

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ બંને ભારતમાં વિસા અધિકારી બનીને આવ્યા હતા પરંતુ તેઓ ખરેખર તો પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના એજન્ટ્સ હતા. આ બંને આરોપીઓને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઘણા સમયથી આ ત્રણેય જાસૂસો પર નજર રાખવામાં આવી રહી હતી અને ગઈકાલે તેમને દિલ્હીના કરોલબાગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની રાજદૂતને આ અધિકારીઓ વિરુદ્ધ આપત્તિ પત્ર આપવામાં આવ્યો હતો અને ચેતવણી પણ આપવામાં આવી હતી કે ભવિષ્યમાં ભારતમાં આવેલા પાકિસ્તાની મિશનનો એક પણ અધિકારી ભારત વિરોધી ગતિવિધિ કરવામાં સામેલ ન હોવો જોઈએ.

પકડાયેલા બે અધિકારીઓમાંથી આબિદ હુસૈન વિસા સેક્શનમાં ડિસેમ્બર 2018થી જ કાર્યરત હતો અને તે ખરેખર ISI માટે કામ કરતો હતો. તેનો આસિસ્ટન્ટ તાહિર 2015થી પાકિસ્તાની રાજદૂતાવાસમાં કામ કરતો હતો. આ બંને અધિકારીઓ ગઈકાલે જ્યારે ભારતીય સેનાના રોય નામના એક જવાન પાસેથી ખાનગી દસ્તાવેજ લઇ રહ્યા હતા ત્યારે રંગેહાથ પકડાઈ ગયા હતા.

દિલ્હી પોલીસે આ તમામને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારબાદ માહિતી મળી હતી કે આ બંને માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ ભારતીય રેલવે તેમજ અન્ય સરકારી વિભાગોની ગુપ્ત માહિતીઓ મેળવી રહ્યા હતા. ડિપ્લોમેટિક ઈમ્યુનીટી ધરાવતા હોવાને કારણે આ બંનેની ધરપકડ કરી તેમના પર ભારતમાં જ કામ ચલાવવું શક્ય ન હોવાથી તેમને 24 કલાકમાં દેશ છોડી પાકિસ્તાન જતા રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here