VIDEO: સેક્યુલરીઝમ પર બોલિવુડના બેવડાં ધોરણોને ફટકારતી કંગના

0
315
Photo Courtesy: theprint.in

બોલિવુડના દંભી સેક્યુલર ચહેરાને એક્ટ્રેસ કંગના રણાવત વારંવાર ખુલ્લો પાડતી હોય છે અને આ વખતે પણ તેણે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરમાં એક કાશ્મીરી પંડિતની હત્યા પર બોલિવુડના દંભને ખુલ્લો પાડ્યો છે.

Photo Courtesy: theprint.in

મુંબઈ: પોતાના વિચારોને હિંમતભેર આગળ રજુ કરવા માટે પ્રખ્યાત બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવતે જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ એક કાશ્મીરી પંડિતની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા પર પણ બોલિવુડના પોતાના સાથી કલાકારોની બેવડી નીતિને ખુલ્લી પાડીને તેમને આકરા શબ્દોમાં ફટકાર્યા છે.

એક વિડીયો મેસેજમાં કંગનાએ બોલિવુડ સેલીબ્રીટીઝ દ્વારા પસંદગીના સેક્યુલરીઝમ એજન્ડાને ખુલ્લો પાડતા જમ્મુ અને કાશ્મીરના કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતાની હત્યાની ટીકા કરી હતી. કંગનાએ કહ્યું હતું કે કેટલીક બોલિવુડ સેલીબ્રીટીઝ અને સ્વયંભુ જાહેર થનારા બુદ્ધિજીવીઓ આંતરરાષ્ટ્રીય પબ્લીસીટી મેળવવા માટે વારંવાર પ્લેકાર્ડ્સ લઈને ઉભા રહેતા જોવા મળતા હોય છે.

કંગનાનું કહેવું છે કે આ પ્રકારની તેમની માનવતા ત્યારેજ સામે આવતી હોય છે જ્યારે એ માનવીય સંવેદનાના એજંડા પાછળ જેહાદી તત્વો કામ કરતા હોય છે. પરંતુ જ્યારે અન્યો માટે આ પ્રકારની સંવેદના દર્શાવવાની હોય ત્યારે તેઓ સંપૂર્ણપણે શાંતિ જાળવતા હોય છે.

હિંદુઓને સેક્યુલરીઝમ શીખવાડવાની કોશિશ કરતા કેટલાક બોલિવુડ સેલીબ્રીટીઝની પણ આકરા શબ્દોમાં ટીકા કરતા કંગનાએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મના સમાવેશી સ્વભાવમાં જ સમભાવની ભાવના જોડાયેલી છે અને જ્યારે હિંદુ ધર્મનો તમે છેદ ઉડાડી દો છો ત્યારે સેક્યુલરીઝમ આપોઆપ નાશ પામતું હોય છે.

થોડા દિવસો પહેલા અમેરિકામાં એક અશ્વેત નાગરીકને જ્યારે પોલીસ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ત્યારે કેટલાક બોલિવુડ સેલીબ્રીટીઝ દ્વારા #BlackLivesMatter અભિયાનમાં હોંશભેર ભાગ લેવામાં આવ્યો હતો. પરંતુ કંગના રાણાવતે તે સમયે પણ તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે આ જ લોકોએ ગયા મહીને મહારાષ્ટ્રના પાલઘરમાં બે હિંદુ સાધુઓની જાહેરમાં કરવામાં આવેલા લીન્ચિંગ પ્રત્યે મૌન રહેવાનું જ પસંદ કર્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here