રસભરી: સ્વરાની સિરીઝનું IMDBનું રેટિંગ ઐતિહાસિક તળીયે પહોંચ્યું!

0
338

વિવાદાસ્પદ અભિનેત્રી સ્વરા ભાસ્કરની નવી વેબસીરીઝ રસભરીને રેટિંગ સાઈટ IMDB પર અભૂતપૂર્વ ઓછા રેટિંગ મળ્યા છે જેણે આ સિરીઝની નિષ્ફળતાને સાબિત કરી દીધી છે.

મુંબઈ: ગયા અઠવાડિયે Amazon Prime પર એક્ટ્રેસ સ્વરા ભાસ્કરની નવી વેબસીરીઝ રસભરી રિલીઝ થઇ હતી. ફક્ત એક જ અઠવાડિયામાં આ સિરીઝનું રેટિંગ આંતરરાષ્ટ્રીય રેટિંગ સાઈટ IMDB પર ઐતિહાસિક તળીયે પહોંચી ગયું છે.

IMDB પર સામાન્ય દર્શક કોઇપણ ફિલ્મ કે વેબસીરીઝ  માટે પોતાનું વ્યક્તિગત રેટિંગ આપી શકે છે. છેલ્લા આંકડા મળ્યા તે અનુસાર સ્વરા ભાસ્કરની રસભરીને કુલ 4,462 દર્શકોનું એવરેજ 2.6 સ્ટાર જેટલું રેટિંગ મળ્યું છે.

ઉપરોક્ત 2.6 સ્ટાર જેટલું રેટિંગ લગભગ 72.6% દર્શકો દ્વારા આપવામાં આવેલા 1 સ્ટારના રેટિંગને કારણે શક્ય બન્યું છે. રસભરીના રિલીઝ થયા બાદ અનેક રિવ્યુકારોએ તેની આકરી ટીકા કરી હતી અને કેટલાક રિવ્યુકારોએ તેને આધુનિક ગણાવવાની ઘેલછામાં અજુગતું કન્ટેન્ટ પીરસી રહી હોવાનું પણ નોંધ્યું હતું.

બીજી તરફ સેન્સર બોર્ડના પ્રમુખ પ્રસૂન જોશીએ સિરીઝના એક એપિસોડમાં નાનકડી છોકરી દ્વારા શરાબ પીતા વ્યક્તિ સમક્ષ અભદ્ર નૃત્ય કરવાના દ્રશ્યની આકરી ટીકા કરી હતી. પ્રસૂન જોશીએ કહ્યું હતું કે,

મને આ દ્રશ્ય જોઇને ખૂબ દુઃખ થયું છે. વેબસીરીઝના નિર્માતાઓ અને દર્શકોએ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઓઠા હેઠળ બાળકોનું શોષણ થવું જરૂરી છે ખરું? મનોરંજનની ભૂખના નામે બાળકોનો ઉપયોગ કરવો છોડી દેવો જોઈએ.

સ્વરા ભાસ્કર પોતાના સ્વભાવને કારણે અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. સ્વરા ભાસ્કરે કાયમ વિવાદમાં આવવા માટે પોતાને અભિવ્યક્તિની આઝાદી હોવાનું કારણ આપવાનું યોગ્ય માન્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here