TikTok: ભારત બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ ‘કતારમાં’

0
415

ભારતે TikTok ઉપરાંત અન્ય 58 ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યા બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સરકારો પણ ભારતના પગલાંને અનુસરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે.

વોશિંગ્ટન ડીસી: લગભગ બે સપ્તાહ અગાઉ ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ એપ્સમાં ByteDance ની TikTok મુખ્ય હતી.

દુનિયાભરમાં TikTokના કરોડો યુઝર્સ છે અને ભારત દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ ByteDanceને કરોડો રૂપિયાનું નુકશાન ગયું હોવાનો અંદાજ છે.

ભારત બાદ હવે અમેરિકા પણ TikTok પર પ્રતિબંધ મુકવા તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીયોએ જણાવ્યું છે કે અમેરિકા TikTok સહીત ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવા અંગે વિચારી રહ્યું છે.

અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયન સરકાર પણ TikTok પર પ્રતિબંધ મુકવા અંગે ગંભીર છે. ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા અનુસાર આ TikTok પ્રકારની એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે કારણકે તેનો ડેટા ચીન સરકાર સુધી પહોંચતો હોય છે.

ઓસ્ટ્રેલિયન સરકાર માને છે કે ByteDanceના બેનર હેઠળની તમામ કંપનીઓ ઓસ્ટ્રેલિયન નાગરિકોનો ડેટા એકઠો કરે છે અને તમામ જાણકારી ચીન સ્થિત સર્વરમાં સ્ટોર કરવામાં આવી રહ્યો છે જે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે.

ઓસ્ટ્રેલિયામાં TikTokના લગભગ 16 લાખ યુઝર્સ છે.

Source: India TV News

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here